શરદ પવારે અચાનક પક્ષપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું! મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાટો : પાર્ટીના ઉભ

શરદ પવારે અચાનક પક્ષપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું! મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાટો : પાર્ટીના ઉભા ફાડચા પડે એવી આશંકા

05/02/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

શરદ પવારે અચાનક પક્ષપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું! મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાટો : પાર્ટીના ઉભ

Shard Pawar Announcement : ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથેની દાયકાઓ જૂની યુતિ તોડીને કોંગ્રેસ-NCP ગઠબંધન સાથે મહાવિકાસ અઘાડી સરકાર બનાવી ત્યારથી મહારાષ્ટ્રની રાજનીતિમાં સતત નાટકીય ચઢાવ-ઉતાર ચાલતા રહ્યા છે. MVAની સરકાર બની એ પહેલા NCPના નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવવાની નિષ્ફળ કોશિષ કરી જોયેલી. એ સમયે અજીત પવારને ભલે સફળતા ન મળી અને NCPમાં પાછા ફરવું પડ્યું, પણ કાકા-ભત્રીજા વચ્ચેના અણબનાવ બાદ પાર્ટીમાં તડાની શરૂઆત તો થઇ જ ગઈ હતી. એવામાં શરદ પવારે NCPનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરતા પ્રદેશના રાજકારણમાં ફરી ગરમાટો આવ્યો છે.


પવાર કોંગ્રેસથી ખફા?!

પવાર કોંગ્રેસથી ખફા?!

દેશના સૌથી વરિષ્ઠ રાજકારણીઓમાંના એક અને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમના જીવન સાથે સંબંધિત પુસ્તકના વિમોચન સમયે બોલતા તેમણે કહ્યું કે, આજે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

તેમની રાજકીય કારકિર્દી પર એક પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતા પવારે કહ્યું, "મારા માટે આશ્ચર્યજનક છે કે અજીત અચાનક ભાજપમાં કેમ જોડાયા અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા?" જ્યારે મેં વિચારવાનું શરૂ કર્યું કે અજિતે આવો નિર્ણય કેમ લીધો, ત્યારે મને સમજાયું કે કોંગ્રેસ સાથે સરકારની રચના અંગેની ચર્ચા એટલી સુખદ નહોતી. તેમના વર્તનને કારણે અમને રોજેરોજ સરકારની રચના પર ચર્ચામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.


અજીત પવાર ભાજપમાં જોડાશે?!

અજીત પવાર ભાજપમાં જોડાશે?!

2 વર્ષીય મરાઠા સત્રપ શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે NCPમાં ભાગલાના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલ હતા કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર એનસીપીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ સરકારમાં સામેલ થઈ શકે છે.

શરદ પવારે કહ્યું, ઘણા વર્ષોથી મને રાજનીતિમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી છે. આ ઉંમરે, હું આ પદ સંભાળવા માંગતો નથી. મને લાગે છે કે બીજા કોઈએ આગળ આવવું જોઈએ. પક્ષના નેતાઓએ નક્કી કરવું પડશે કે હવે પક્ષના પ્રમુખ કોણ હશે? શરદ પવાર છેલ્લે ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

શરદ પવારે કહ્યું કે હું એનસીપી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરું છું. હવે મારી પાસે વધુ જવાબદારી નથી, મારી પાસે સાંસદ તરીકે ત્રણ વર્ષ બાકી છે. આ દરમિયાન હું રાજ્ય અને કેન્દ્રના મુદ્દાઓ પર નજર રાખીશ. તે જ સમયે, NCP કાર્યકર્તાઓએ માંગ કરી છે કે શરદ પવારે અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેઓએ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top