ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર શેખ હસીનાએ આપ્યું મોટું નિવેદન, બોલ્યા- 'તાત્કાલીક મુક્ત કરો'
Sheikh Hasina on Chinmoy Krishna Das Brahmachari: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સરકારની આકરી નિંદા કરી છે. તેમણે ઈસ્કોન મંદિરના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને અન્યાયી ગણાવી છે. એમ પણ કહ્યું કે યુનુસ સરકારે ચિન્મય દાસને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. બાંગ્લાદેશ કોર્ટની બહાર વકીલની હત્યા પર હસીનાએ કહ્યું કે આ હત્યામાં સામેલ લોકોને વહેલી તકે શોધીને સજા મળવી જોઈએ. તેમણે વકીલની હત્યામાં સામેલ લોકોને આતંકવાદી ગણાવ્યા અને બાંગ્લાદેશના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદ સામે એક થવાની અપીલ કરી.
અવામી લીગે શેખ હસીનાનું નિવેદન ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'સનાતન ધર્મ સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ચિત્તાગોંગમાં મંદિરો બાળવામાં આવ્યા છે. ભૂતકાળમાં અહમદિયા સમુદાયના મસ્જિદો, મંદિરો, ચર્ચો, મઠો અને ઘરો પર હુમલા, તોડફોડ, લૂંટફાટ અને આગ લગાડવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતા અને તમામ સમુદાયોના લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
હસીનાએ એમ પણ કહ્યું, 'અવામી લીગના અસંખ્ય નેતાઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, સામાન્ય જનતા અને કાયદા અમલીકરણ એજન્સીઓના સભ્યોની હત્યા પછી, હુમલાઓ, કેસ અને ધરપકડ દ્વારા સતાવણી ચાલુ છે. હું આ અરાજકતાવાદી ક્રિયાઓની સખત નિંદા અને વિરોધ કરું છું.
તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ પદ છોડ્યા બાદ બાંગ્લાદેશથી ભાગી જવું પડ્યું હતું. આ વર્ષે 5 ઓગસ્ટે તે ભારતની રાજધાની દિલ્હી નજીક ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર ઉતર્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા શરૂ થયા જે હજુ પણ ચાલુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp