આ રીતે ગ્રાહકોની થઇ રહી છે છેતરપિંડી

Fake GST Charge:કેટલીક રેસ્ટોરન્ટ ફૂડ બિલ પર નકલી GST વસૂલ કરે છે? ગ્રાહકોને આ ત્રણ રીતે દોરી રહી છે ગેરમાર્ગે, જાણો

03/09/2023 Business

SidhiKhabar

SidhiKhabar

આ રીતે ગ્રાહકોની થઇ રહી છે છેતરપિંડી

મોટાભાગના લોકો ભોજન કર્યા પછી અને બિલ ચૂકવ્યા પછી રેસ્ટોરાંથી નીકળી જાય છે, પરંતુ બિલ તપાસતા નથી. ઘણી વખત લોકો બિલ જોયા વગર ખાવાનું ચૂકવીને જતા રહે છે. તમારી આ બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. કેટલીક રેસ્ટોરન્ટ્સ જીએસટીની કેટેગરીમાં ન આવતી હોવાં છતાં તમારી પાસેથી GST બિલ વસૂલ કરે છે, આવી સ્થિતિમાં તમારે એ પણ સમજવાની જરૂર છે કે તમારી પાસેથી ખાવાનું વધુ બિલ કેવી રીતે વસૂલવામાં આવે છે.

કેટલીક રેસ્ટોરાં અને હોટલ ગ્રાહકો પાસેથી નકલી GST વસૂલી રહી છે. આ રેસ્ટોરાં અને હોટેલો GSTના નામે લોકોને ત્રણ રીતે ગેરમાર્ગે દોરે છે. પ્રથમ પદ્ધતિ વિશે વાત કરીએ તો બિલ પર GST બિલ લખ્યા વિના ગ્રાહકો પાસેથી GST ચાર્જ વસૂલવામાં આવે છે. બીજી તરફ, જીએસટીનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ આ જીએસટી નંબર સક્રિય હોતો નથી.

ત્રીજો રસ્તો એ છે કે GST નંબર પણ સક્રિય છે, પરંતુ તે GST બિલના દાયરામાં આવતા નથી એટલે કે તે કમ્પોઝિશન સ્કીમ હેઠળ નથી અને તે તમારી પાસેથી GST વસૂલ કરે છે. આવી સ્થિતિમાં, તમે આ GST બિલને ચકાસી શકો છો. જો આમાંથી કોઈપણ રીતે GST વસૂલવામાં આવે છે, તો તમે આ બિલ ચૂકવવાનો ઇનકાર કરી શકો છો અને તેમ છતાં રેસ્ટોરાં અને હોટેલ તમારી પાસેથી GST વસૂલ કરે છે, તો તમે GST હેલ્પલાઇન નંબર 18001200232 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ પછી હોટલ અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે.

GST બિલ રેસ્ટોરન્ટ અને હોટેલની કેટેગરી પ્રમાણે વસૂલવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી ખાદ્ય ચીજવસ્તુઓ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. કેટલીક જગ્યાએ 12 ટકા GST વસૂલવામાં આવે છે, પરંતુ જો તમે કોઈ મોંઘી હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં ગયા છો, તો તમારે 18 ટકા GST બિલ ચૂકવવું પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top