Golden Globe Awardsમાં ભારત ચમક્યું! 'RRR'એ મચાવી ધમાલ: ફિલ્મના આ ગીતને મળ્યો બેસ્ટ ઓરિજનલ સોન્

Golden Globe Awardsમાં ભારત ચમક્યું! 'RRR'એ મચાવી ધમાલ: ફિલ્મના આ ગીતને મળ્યો બેસ્ટ ઓરિજનલ સોન્ગનો પુરસ્કાર

01/11/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

Golden Globe Awardsમાં ભારત ચમક્યું! 'RRR'એ મચાવી ધમાલ: ફિલ્મના આ ગીતને મળ્યો બેસ્ટ ઓરિજનલ સોન્

વર્લ્ડ ડેસ્ક : અમેરિકામાં હાલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણી ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ ખાતે આવેલા બેવર્લી હિલ્ટનમાં યોજાયો છે. રેડ કાર્પેટ પર આ વખતે ભારતમાથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડ ગ્લોબ એવોર્ડ્સ જીવતવાની રેસમાં વિશ્વભરની ફિલ્મો ફિલ્મો સ્પર્ધા કરી રહી છે. જેમાં એસ.એસ રાજામૌલીની ફિલ્મ 'RRR'એ બાજી મારી લીધી છે.


ફિલ્મ RRRના 'નાતુ નાતુ' ગીતે જીત્યો એવોર્ડ

એસ.એસ રાજામૌલીની ફિલ્મ RRRના 'નાતુ નાતુ' ગીત (SONG)ને બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ મળ્યો છે. જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ માટે આ ખૂબ જ ખુશીની વાત છે. સાથે જ ભારતીય સિનેમા માટે પણ આ ગર્વની વાત છે. એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' વાસ્તવમાં બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ છે. તે નોન અંગ્રેજી ભાષા અને બેસ્ટ ઓરિજનલ સોન્ગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે.


12 ડિસેમ્બર 2022ના રોજ કરાઈ હતી જાહેરાત

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું સોન્ગ 'નાતુ નાતુ' વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંનું એક છે. તેના તેલુગુ વર્ઝનને વેટરન મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરવાણી દ્વારા કંપોઝ કરવામાં આ્યું છે અને આ ગીતને કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજ દ્વારા લખવામાં આવ્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ લેવા માટે કીરાવાણી સ્ટેજ પર પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે, 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત 12 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી.


RRRની સાથે આ ફિલ્મોના ગીત પર રહ્યા રેસમાં

RRRની સાથે આ ફિલ્મોના ગીત પર રહ્યા રેસમાં

એસ.એસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાતુ નાતુ'ની સાથે જે ગીતો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ માટે નોમિનેટ થયા હતા, તેમાં ટેલર સ્વિફ્ટનું ગીત 'કેરોલિના', Guillermo del Toro’s Pinocchioનું ગીત  'ciao papa', 'ટોપ ગન: મેવેરિક'નું ગીત 'હોલ્ડ માય હેન્ડ', લેડી ગાગા, બ્લડપૉપ અને બેન્જામિન રાઇસનું ગીત 'લિફ્ટ મી અપ' હતું જે 'બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર'નું હતું.

ગત માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં થઈ હતી રિલીઝ

એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર એક કાલ્પનિક ફિલ્મ છે, જેની કહાની બે બહાદુર ક્રાંતિકારીઓ - સીતારામ રાજુ અને કોમારામ ભીમ પર આધારિત છે. કહાની 1920ના દાયકાની બતાવવામાં આવી છે. ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગન જોવા મળ્યા હતા. આ ફિલ્મ ગયા વર્ષે માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમણે ગ્લોબલ લેવલ પર રૂ. 1200 કરોડનો બિઝનેસ કર્યો હતો. તે બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top