સોનૂ સૂદની પત્ની સોનાલી અકસ્માતમાં થયા ઇજાગ્રસ્ત, જાણો કેવી છે તેની હાલત
Sonali Sood: બોલિવુડ અભિનેતા સોનૂ સૂદના પત્ની અને સાળીને મુંબઈ-નાગપુર હાઇવે, વર્ધા રોડ પર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં સોનૂ સૂદની પત્ની અને તેની સાળી ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં, તેમની સારવાર એલેક્સિસ હૉસ્પિટલમાં ચાલી રહી છે. આ કારણોસર સોનૂ સૂદ નાગપુર પહોંચ્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સોનૂ સૂદની પત્ની, સાળી અને અન્ય એક વ્યક્તિ (ડ્રાઈવર) ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે જ નાગપુર-મુંબઈ હાઇવે પર વર્ધા રોડ નજીક, સોનાલી સૂદના ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને તેમનું વાહન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાયું. આ અકસ્માતમાં સોનાલી સૂદ અને તેની બહેનને હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે. તો, ડ્રાઈવર બિલકુલ ઠીક છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ, સોનૂ સૂદની પત્ની અને સાળીને માનકાપુર સ્થિત એલેક્સિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા સોનૂ સૂદ પણ હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ અકસ્માત લગભગ 10 વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો, નજીકના લોકોનું કહેવું છે કે અકસ્માત થયો છે પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. હાલમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp