દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ઓફિસમાં પોલીસની રેડ, અચાનક કટોકટી લાગૂ કરીને દુનિયાને ચોંકાવી હતી
South Korean police raid President Yoon Suk Yeols office over martial law declaration: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલની ઓફિસ પર દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, દક્ષિણ કોરિયન પોલીસે તેમની ઓફિસ પર દરોડા પાડ્યા છે. આ અગાઉ 9 ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલ પર દેશ છોડવાને લઇને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
દેશના ન્યાય મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ યૂનને માર્શલ લૉ લાગૂ કરવા માટે તેમની વિરુદ્વ શરૂ કરવામાં આવેલી તપાસના કારણે કોઈ પણ વિદેશ યાત્રા કે દેશ છોડવાની મંજૂરી નહીં આપવામાં આવે. મંત્રાલયે કહ્યું કે, તેમણે માર્શલ લૉ લગાવીને એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં દેશને અરાજકતામાં નાખી દીધો હતો. યૂનને સત્તામાંથી હટાવવા માટે વિપક્ષ તેમની વિરુદ્વ ફરી એક વખત સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
યૂને ૩ ડિસેમ્બરની રાત્રે અચાનક માર્શલ લૉ જાહેરાત કરી દીધી હતી અને સંસદમાં વિશેષ બળ અને હેલિકૉપ્ટર મોકલી દીધા હતા. વિપક્ષ સાથે તેમની પાર્ટીના સાંસદોએ તેમના આદેશને અસ્વીકાર કરીને તેમને પોતાનો નિર્ણય પરત લેવા માટે મજબૂર કર્યા. રાષ્ટ્રપતિ યૂનને મહાભિયોગનો સામનો કરવો પડ્યો અને હવે તેમણે અચાનક લીધેલા નિર્ણયની ગુનાહિત તપાસ થઇ રહી છે.
જો કે, તેઓ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવથી બાલ-બાલ બચી ગયા, ત્યારબાદ આખા સિયોલમાં વિરોધ પ્રદર્શન વધી ગયા, જેમાં રાષ્ટ્રપતિ વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવી. તેમને સત્તામાંથી બહાર કરવાની માગને લઈને કડકડતી ઠંડીમાં ભારે ભીડે સંસદ બહાર પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિ પદ પર બન્યા રહેવા છતા, યૂન સુક યોલ અને તેના નજીકના સહયોગીઓ પર ઘણી તપાસ ચાલી રહી છે, જેમાં કથિત વિદ્રોહની તપાસ પણ સામેલ છે.
ન્યાય મંત્રલાયે ગત દિવસોમાં પુષ્ટિ કરી હતી કે, યૂન પહેલા દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ છે, જેમના પર પદ પર રહેતા દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે, રાષ્ટ્રપતિ યૂને ઉત્તર કોરિયા સમર્થિત દેશ વિરોધી અને કમ્યુનિસ્ટ તાકતો વિરુદ્વ નિર્ણાયક લડાઈ માટે ઇમરજન્સી માર્શલ લૉની જાહેરાત કરી દીધી હતી.
માર્શલ લૉ ભલે માત્ર 6 કલાક સુધી ચાલ્યો, પરંતુ તેનાથી દક્ષિણ કોરિયામાં રાજનીતિક અશાંતિની લહેર પ્રસરી ગઈ કેમ કે સાંસદો અને નાગરિકોએ યૂનને પદ પરથી હટાવવાની માગ કરી. પરિણામે યૂનને પોતાનો આદેશ પરત લેવા માટે મજબૂર થવું પડ્યું. ત્યારથી તેમના મહાભિયોગની માગને લઈને દક્ષિણ કોરિયાના રસ્તાઓ પર પ્રદર્શનો થઇ રહ્યા છે. વિપક્ષે યૂન સાથે પૂર્વ રક્ષા મંત્રી યોંગ હ્યૂન અને 8 અન્ય અધિકારીઓ વિરુદ્વ વિદ્રોહનો હિસ્સો હોવાના કારણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેની સાથે જ અધિકારીઓ દ્વારા પૂર્વ રક્ષા મંત્રીની ધરપકડ કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp