શ્રીકાંતે કરાવી મોક ઓક્શન, જાણો જોસ બટલરને કઈ ટીમે કેટલામાં ખરીદ્યો?

શ્રીકાંતે કરાવી મોક ઓક્શન, જાણો જોસ બટલરને કઈ ટીમે કેટલામાં ખરીદ્યો?

11/18/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

શ્રીકાંતે કરાવી મોક ઓક્શન, જાણો જોસ બટલરને કઈ ટીમે કેટલામાં ખરીદ્યો?

IPL 2025 Mock Auction: ક્રિકેટ ચાહકો IPL 2025ની મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેગા ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓ પર બોલી લાગવાની છે. એ અગાઉ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર મોક ઓક્શન કરી હતી. આ મોક ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સનો પૂર્વ કેપ્ટન રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો, જેને પંજાબ કિંગ્સે 29 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

જ્યારે બીજા સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સનો પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ રહ્યો, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 કરોડ રૂપિયામાં ખરીદ્ય. તો, મોક ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરની ધમાલપણ જોવા મળી હતી. મોક ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોસ બટલરની એન્ટ્રી જોવા મળી હતી.


KKRમાં બટલરની એન્ટ્રી

KKRમાં બટલરની એન્ટ્રી

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર મોક ઓક્શન કરી હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જોસ બટલર પર મોટી બોલી લગાવી હતી. KKRએ મોક ઓક્શનમાં જોસ બટલરને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શન અગાઉ બટલરને રીલિઝ કરી દીધો છે, જેના કારણે ચાહકો માટે આશ્ચર્યચકિત હતા. આ વિસ્ફોટક બેટ્સમેને રાજસ્થાન તરફથી રમતા IPLમાં સૌથી વધુ સદી ફટકારી છે. હવે મેગા ઓક્શનમાં આ ખેલાડી પર ઘણી ફ્રેન્ચાઈઝીઓની નજર છે.


બટલરનો IPL રેકોર્ડ

બટલરનો IPL રેકોર્ડ

જોસ બટલર 2016થી IPLમાં રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે આ ટૂર્નામેન્ટમાં 107 મેચ રમી છે, જેમાં બેટિંગ કરતા બટલરે 147.53ના સ્ટ્રાઈક રેટથી 3582 રન બનાવ્યા છે. આ દરમિયાન બટલરે 19 અડધી સદી અને 7 સદી ફટકારી છે. IPL 2024માં બટલરે 11 મેચમાં 359 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી સામેલ છે. IPL 2022 બટલર માટે શ્રેષ્ઠ હતી. આ સીઝનમાં તેના બેટથી 863 રન બનાવ્યા હતા. જેમાં 4 સદી અને 4 અડધી સદી સામેલ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top