સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના આચાર્યાએ વિદ્યાર્થી સાથે લાફાવાળી કરી, CCTV ફૂટેજ વાયરલ

સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થી સાથે લાફાવાળી કરી, CCTV ફૂટેજ વાયરલ

01/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના આચાર્યાએ વિદ્યાર્થી સાથે લાફાવાળી કરી, CCTV ફૂટેજ વાયરલ

St Francis School: રાજકોટના જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના આચાર્યનો વિદ્યાર્થીને લાફા મારવાની ઘટનાના CCTV ફૂટેજમાં કેદ થઇ છે. જેને કારણે બાળકોની સુરક્ષા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

CCTV ફૂટેજ વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી

આ ઘટના સામે આવ્યા બાદ રોષે ભરાયેલા વાલીઓ અને સમાજના લોકો દ્વારા સ્કૂલના બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને શારીરિક શોષણના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે. CCTV ફૂટેજ વાયરલ થયા બાદ, સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે હોય તે આ રીતે વિદ્યાર્થીને લાફા મારવા કેટલું યોગ્ય? જો કે, આચાર્યએ વિદ્યાર્થીને લાફા કેમ માર્યા એ અંગે કોઇ વિગત સામે આવી નથી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

આ અગાઉ પણ જેતપુરમની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ વિવાદમાં આવી હતી. કોરોનાકાળ દરમિયાન શાળા-કૉલેજો બંધ હતી, ત્યારે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખીને શાળા ચાલુ રાખી હોવાનું સામે આવ્યું હતું. ABVPના ગુજરાત પ્રદેશ મહામંત્રી ફી ન ઉઘરાવવા મામલે આ સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા, ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ હોવાનું સામે આવ્યુ હતું. વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમમાં મૂકીને શાળા ચાલુ રખાતા સ્કૂલના આચાર્ય સામે જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top