આ રાજ્યમાં સતત બીજા દિવસે 'વંદે ભારત એક્સપ્રેસ' પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો

આ રાજ્યમાં સતત બીજા દિવસે 'વંદે ભારત એક્સપ્રેસ' પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો નિર્ણય

01/04/2023 National

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યમાં સતત બીજા દિવસે 'વંદે ભારત એક્સપ્રેસ' પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો

નેશનલ ડેસ્ક : પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રેલવેએ તપાસ શરૂ કરી છે. ભારતીય રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.


C3 અને C6 કોચના કાચ તૂટી ગયા

C3 અને C6 કોચના કાચ તૂટી ગયા

ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, પથ્થરમારાની ઘટના ત્યારે બની જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.


સોમવારે પણ થયો હતો પથ્થરમારો

સોમવારે પણ થયો હતો પથ્થરમારો

માહિતી અનુસાર, મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.


PM મોદીએ બતાવી હતી લીલીઝંડી

PM મોદીએ બતાવી હતી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે માતા હીરાબેનને મુખાગ્નિ આપ્યા બાદ પશ્ચિમ બંગાળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપી હતી. વંદે ભારતે 1લી જાન્યુઆરીથી તેની યાત્રા શરૂ કરી છે. તેના એક દિવસ બાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની પ્રથમ ઘટના સામે આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top