રક્ષાબંધન પર જોવા મળશે બ્લૂ મૂન, કેવી રીતે આકાશમાં વાદળી થઇ જશે ચંદ્ર, જાણો તેની પાછળનું વિજ્ઞાન
રક્ષાબંધનનો દિવસ દરેક માટે ખાસ હોય છે, પરંતુ આ વખત અવકાશમાં રસ ધરાવનારાઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ 19મી ઑગસ્ટે આકાશમાં બ્લૂ મૂન જોવા મળશે. એવામાં સવાલ એ થાય છે કે આ ચંદ્ર આટલો ખાસ કેમ છે? ક્યાંક બ્લૂ મૂનનો અર્થ આ દિવસે આપણને બ્લૂ મૂન નહીં જોવા મળે? આ બધું જાણવાની શરૂઆત કરીએ અને જાણીએ કે તેની પાછળ શું વિજ્ઞાન છે?
ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતા સાથે સાથે તે ક્યારેક પૃથ્વીની નજીક આવે છે. તો કોઇ જગ્યાએ તે પૃથ્વીથી દૂર પણ હોય છે. એવામાં ચંદ્ર પૃથ્વીની 90 ટકા નજીક હોય છે, ત્યારે મહત્તમ સુપર મૂન હોય છે. કારણ કે આ દિવસે ચંદ્ર સંપૂર્ણ રીતે દેખાય છે અને ચંદ્ર નજીક હોવાને કારણે તે કદમાં થોડા મોટા આકારનો અને લગભગ 30 ટકા વધુ તેજસ્વી દેખાય છે. આ કહાની તો સુપર મૂનની છે. હવે કરીશું બ્લૂ મૂનની વાત. ચંદ્ર રોજ એક જેવો દેખાતો નથી, ચંદ્ર રોજ અલગ પ્રકારે નીકળે છે. આકાશમાં 8 તબક્કામાં ચંદ્ર નીકળે છે. ક્યારેક સંપૂર્ણપણે નવો, ક્યારેક અડધો અને ક્યારેક પૂર્ણ ચંદ્ર દેખાય છે. ચંદ્રમાના ચરણોનું એક ચક્ર હોય છે. એમ એક મહિના સુધી ચાલુ રહે છે. એટલે આપણે સામાન્ય રીતે એક વર્ષમાં 12 પૂર્ણિમા જોઇએ છીએ. અહીંથી હવે આપણે બ્લૂ મૂનને સમજવાનો પ્રયાસ કરીશું.
ચંદ્રના ચરણોનું એક ચક્ર પૂર્ણ થવામાં 29.5 દિવસ લાગે છે એટલે કે 12 ચંદ્રના ચક્ર પૂર્ણ કરવામાં 354 દિવસ લાગે છે. આ કારણે 2.5 વર્ષ કે તેનાથી વધુ સમયમાં એક કેલેન્ડર વર્ષમાં 13મી પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. આ 13મી પૂર્ણિમાને બ્લૂ મૂન કહેવામાં આવે છે. 19 ઑગસ્ટે આપણે આ બ્લૂ મૂનને જોઇશું. નાસાના જણાવ્યા અનુસાર, છેલ્લો બ્લૂ મૂન 30 ઓગસ્ટ, 2023ના રોજ જોવા મળ્યો હતો. બ્લૂ મૂન લગભગ દર 2 થી 3 વર્ષે હોય છે. તો આગામી સીઝનલ બ્લૂ મૂન 31 મે, 2026ના રોજ જોવા મળશે.
બ્લૂ મૂનને વાદળી જોવું ખૂબ મુશ્કેલ છે. આમ તો ચંદ્રનો રંગ જ બદલાતો નથી, પરંતુ જો જ્વાળામુખી ફાટે તો ચંદ્રનો રંગ આપણને વાદળી દેખાવા લાગે છે. એવામાં સવાલ એ થાય છે કે આવું કેમ અને કેવી રીતે થાય છે? વાસ્તવમાં, ચંદ્ર વાદળી રંગનો ત્યારે જ દેખાશે, જ્યારે રાત્રે કોઇ જ્વાળામુખી વિસ્ફોટ પણ થાય. આવું ઘણી વખત થઇ પણ ચૂક્યું છે છે. જ્યારે આ વખતે પણ રક્ષાબંધનના દિવસે મોટો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. તો આ વર્ષે પણ આપણને બ્લુ મૂન જોઇ શકીએ છીએ.
નાસા અનુસાર, 1883માં ક્રાકાટોઆ નામનો ઇન્ડોનેશિયાનો જ્વાળામુખી ફાટ્યો હતો. જેના કારણે તેમાંથી નીકળેલી રાખ લગભગ 80 કિલોમીટર ઉપર સુધી હવામાં ફેલાઇ ગઇ હતી. રાખના નાના ટુકડા ફિલ્ટરની જેમ કામ કરે છે. આ ટુકડા લાલ પ્રકાશ ફેલાવે છે. એવામાં જ્યારે આપણે આકાશ તરફ નજર કરીએ છીએ તો એ આ લાલ ટુકડાઓ અને ચંદ્રનો પ્રકાશ મિક્સ થાય છે અને ચંદ્રને એક અલગ વાદળી-લીલા રંગમાં બદલી દે છે. આ કારણે તેને બ્લૂ મૂન કહેવામાં આવે છે. તેમાં 1983માં મેક્સિકોમાં એલ ચિચોન જ્વાળામુખીનો વિસ્ફોટ અને 1980માં માઉન્ટ સેન્ટ હેલેન્સ અને 1991માં માઉન્ટ પિનાતુબોના વિસ્ફોટનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp