સુપ્રીમ કોર્ટે VVPATને લઈને ચૂંટણી પંચ પાસે માંગ્યો એવો જવાબ કે કોંગ્રેસ થઈ ગઇ ખુશ

સુપ્રીમ કોર્ટે VVPATને લઈને ચૂંટણી પંચ પાસે માંગ્યો એવો જવાબ કે કોંગ્રેસ થઈ ગઇ ખુશ

04/02/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટે VVPATને લઈને ચૂંટણી પંચ પાસે માંગ્યો એવો જવાબ કે કોંગ્રેસ થઈ ગઇ ખુશ

શું લોકસભાની ચૂંટણીના પરિણામ માટે EVM સાથે બધી VVPAT પરચીઓ પણ ગણવામાં આવશે? સુપ્રીમ કોર્ટ પાસે આ માંગ કરતાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. વર્તમાનમાં VVPAT પરચીઓના માધ્યમથી રેન્ડમ પસંદ કરાયેલા 5 EVMના વેરિફિકેશનનો નિયમ છે.


અરજીમાં શું કહેવામાં આવ્યું?

અરજીમાં શું કહેવામાં આવ્યું?

જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સંદીપ મેહતાની પીઠે ચૂંટણીમાં બધી VVPAT પરચીઓની ગણતરીનો અનુરોધ કરનાર સામાજિક કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલના વકીલોની દલીલ પર ધ્યાન આપ્યું. પીઠે અરજી પર પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ આપી. આ મામલે આગામી સુનાવણી 17 મેના રોજ થઈ શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે લગભગ 24 લાખ VVPAT પર ખરીદી પર લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ વર્તમાનમાં લગભગ 20,000 VVPAT પરચીઓ જ વેરિફાઇડ છે.


જયરામ રમેશની પ્રતિક્રિયા:

જયરામ રમેશની પ્રતિક્રિયા:

બીજી તરફ કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસને પહેલું મહત્ત્વપૂર્ણ પગલું બતાવતા સોમવારે કહ્યું કે, આ વિષય પર લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થવા અગાઉ નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે X પરની એક પોસ્ટમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે VVPATના મુદ્દા પર આજે ચૂંટણી પંચને નોટિસ આપી છે. એ સતત બતાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓના નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે મળવાનો ઇનકાર કરી દીધો છે, જે EVMમાં જનતાનો વિશ્વાસ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાની સત્યનિષ્ઠા સુનિશ્ચિત કરવા માટે 100 ટકા VVPATની માંગ કરી રહ્યા છે.


VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ

VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ

VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે વૉટર્સને એ જોવાની મંજૂરી આપે છે કે તેનો વોટ એ જ ઉમેદવારને ગયો છે કે નહીં, જેને તેણે વોટ આપ્યો છે. VVPATના માધ્યમથી મશીનથી કાગળની પરચી નીકળે છે, જેને મતદાતા જોઈ શકે છે અને આ પરચીને એક સીલબંધ ડબ્બામાં રાખવામાં આવે છે અને વિવાદની સ્થિતિમાં તેને ખોલી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top