Breaking News: નવા સંસદભવનના ઉદ્ઘાટન વિરુદ્ધની યાચિકા સુપ્રિમ કોર્ટે ખારીજ કરી! રોકડું પરખાવતા

Breaking News: નવા સંસદભવનના ઉદ્ઘાટન વિરુદ્ધની યાચિકા સુપ્રિમ કોર્ટે ખારીજ કરી! રોકડું પરખાવતા કહ્યું, “આ કંઈ અમારું કામ નથી!”

05/26/2023 National

SidhiKhabar

SidhiKhabar

Breaking News: નવા સંસદભવનના ઉદ્ઘાટન વિરુદ્ધની યાચિકા સુપ્રિમ કોર્ટે ખારીજ કરી! રોકડું પરખાવતા

New Parliament Building: ભારતના નવા બનેલા સંસદભવનનું ઉદ્ઘાટન 28 મેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે, એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ એ સામે 20 જેટલા વિપક્ષોએ વિરોધ પ્રકટ કર્યો હતો. વિપક્ષોને એ વાતની ચિંતા છે કે નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનની તમામ ક્રેડીટ ન લઇ જાય! જયા સુકિન નામની મહિલાએ તો આ માટે થઈને સુપ્રિમ કોર્ટ સમક્ષ યાચિકા પણ દાખલ કરી હતી.


સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે...

સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલયને નિર્દેશ આપવા માટે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે અને આ લોકતાંત્રિક સંસ્થાના વડા છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેકે મહેશ્વરીની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી પર સુનાવણી કરી, જેને થોડા જ સમયમાં ફગાવી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આવી અરજી દાખલ કરવા બદલ અમે તમારા પર દંડ પણ લગાવીશું. અરજીકર્તા જયા સુકિને કહ્યું કે સાંભળો કે રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ છે. પરંતુ તેણી પોતાની દલીલોથી કોર્ટને સંતુષ્ટ કરી શકી ન હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે સ્પષ્ટતા કરી શકતા નથી. ત્યારબાદ કોર્ટે તેમની દલીલ સાંભળી ન હતી અને અરજી ફગાવી દીધી હતી.


કોર્ટે કહ્યું, “અમને ખબર છે આવી અરજી કેમ કરો છો!”

કોર્ટે કહ્યું, “અમને ખબર છે આવી અરજી કેમ કરો છો!”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નીતિ વિષયક બાબતોમાં દખલગીરી કરી શકીએ નહીં. તમારે આવી વાહિયાત અરજી દાખલ કરવી જોઈએ નહીં. જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે અમને ખબર છે કે તમે આવી અરજીઓ કેમ દાખલ કરો છો. જોકે અરજદારે કહ્યું હતું કે, "કલમ 79 કહે છે કે રાષ્ટ્રપતિ સંસદના વડા છે, તે નીતિની બાબત છે, હું સંમત છું." કોર્ટે કહ્યું કે આ ગર્વની વાત છે કે અમે તમારા પર દંડ નથી લગાવી રહ્યા. અમે અરજી ફગાવી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top