બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- માત્ર માફી માંગવી પુરતી...,જાણ

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- માત્ર માફી માંગવી પુરતી...,જાણો વિગતો

04/02/2024 National

SidhiKhabar

SidhiKhabar

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- માત્ર માફી માંગવી પુરતી...,જાણ

આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આ કેસમાં બંનેના એફિડેવિટ રજૂ ન કરતાં કહ્યું હતું કે, આ કોર્ટની કાર્યવાહીને હળવાશથી ન લઈ શકાય. અમે તમારી માફી સ્વીકાર ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમને ગત નવેમ્બર મહિનામાં ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી. માત્ર માફી માંગવી પુરતી નથી. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી હતી અને તમારા અસીલ જાહેરાતોમાં  નજર આવી રહ્યા હતા.


બાબા રામદેવે પણ કોર્ટની માફી માગી

બાબા રામદેવે પણ કોર્ટની માફી માગી

કોર્ટે કહ્યું કે, તમે અમારા આદેશના 24 કલાકની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી. આ જાહેરખબર પ્રસિદ્ધ કરવી એ દર્શાવે છે કે કોર્ટ પ્રત્યે તમારી કેવી ભાવના છે. તમે કોર્ટની અવમાનનો જવાબ આપો. તેના પર રામદેવના વકીલે કહ્યું કે અમારાથી ભૂલ થઈ છે. અમે તેનાથી મોં નથી ફેરવી રહ્યા અને ન તો છુપાવી રહ્યા છે. અમે સ્વીકારીએ છીએ. અમે બિનશરતી માફી માંગીએ છીએ. ભવિષ્યમાં આવું નહીં થશે. અગાઉ થયેલી ભૂલ માટે પણ માફી માગીએ છીએ. રામદેવે પણ કોર્ટની માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, હું આ વર્તનથી શરમ અનુભવી રહ્યો છું. અમે સમજીએ છીએ કે, આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે.


પતંજલિની દરેક ખોટી જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે

નવેમ્બર 2023માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા પતંજલિને ભ્રામક દાવા કરતી જાહેરાતો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. અને કહેવાયું હતું કે, જો આમ કરવામાં નહીં આવે તો અમે કાર્યવાહી કરીશું. આવી સ્થિતિમાં પતંજલિની દરેક ખોટી જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ એમ પણ કહ્યું કે, બાબા રામદેવે યોગના મામલે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એલોપેથી દવાઓ અંગે આવા દાવા કરવા યોગ્ય નથી. IMAના વકીલે કહ્યું કે, તેઓએ જાહેરાત કરવી જોઈએ, પરંતુ તેમાં એલોપેથી મેડિકલ સિસ્ટમની બિનજરૂરી ટીકા કરવી યોગ્ય નથી. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ પણ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, અમને આશ્ચર્ય થાય છે કે કેન્દ્ર સરકારે આ મામલે આંખો કેમ બંધ રાખી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top