દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો જાણો સમગ્ર મામલો!

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો જાણો સમગ્ર મામલો!

10/03/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો જાણો સમગ્ર મામલો!

સોમવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના 3 આતંકીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. કડક પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યું કે તેમના નિશાના પર કેટલાક મંદિરો સાથે દેશના ઘણા મોટા નેતાઓ હતા. આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની સાથે મુંબઈમાં છાબરા હાઉસ પણ આતંકવાદીઓના નિશાના પર હતું.

ISIS ના ત્રણ આતંકવાદીઓ ઝડપાયા. ગુજરાતનાં મોટા મોટા શહેરોમાં કરવાના હતા IED બ્લાસ્ટ. આતંકી શાહનવાઝ ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં થયેલ હુમલાના માસ્ટરમાઇન્ડ ફરતુલ્લાહ ગૌરીના સંપર્કમાં હતો


ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા

ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા

પૂછપરછ દરમિયાન ત્રણેય આતંકી શાહનવાઝ, રિઝવાન અને અરશદે ઘણા મોટા ખુલાસા કર્યા છે. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્લીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આ ત્રણમાંથી એક આતંકી શાહનવાઝનો પ્લાન ગુજરાતમાં બ્લાસ્ટ કરવાનો પણ હતો. તેને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી. આ ખુલાસા બાદ દિલ્લી પોલીસની તપાસમાં હવે ગુજરાત પોલીસ પણ જોડાશે


આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો

આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો

અંહિયા નોંધ લેવા જએવી બાત એ છે કે આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો છે. આતંકીની પત્નીનું નામ બસંતી પટેલ જાણવા મળ્યું છે, જે બાદથી તપાસ વધુ તેજ કરવામાં આવી છે. સાથે જ એમ પણ માહિતી મળી છે કે પત્ની બસંતી પટેલને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરવામાં આવી હતી જે બાદ તેનું નામ મરિયમ રાખવામાં આવ્યું છે. હાલ શાહનવાઝની પત્ની સ્પેશિયલ સેલના રડાર પર છે એટલે હવે દિલ્લી પોલીસ સાથે ગુજરાત પોલીસ પણ તપાસમાં ઝંપલાવશે.


IED બનાવવાની સામગ્રી સહિત આ વસ્તુઓ મળી આવી

IED બનાવવાની સામગ્રી સહિત આ વસ્તુઓ મળી આવી

દિલ્હીમાં સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ શાહનવાઝના ઠેકાણામાંથી IED બનાવવાની સામગ્રી, પિસ્તોલ અને તેના કારતૂસ, બોમ્બ બનાવવાની સામગ્રી, ઘણા દસ્તાવેજો વગેરે મળી આવ્યા છે. ગયા મહિને જ આ લોકો સામે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ લોકો પર બ્લાસ્ટના વિવિધ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. જેમાં મોહમ્મદ શાહનવાઝની તેના અન્ય બે સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપી મોહમ્મદ રિઝવાન ફરાર છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે.'

સાથે જ એક પોલીસ અધિકારીએ કહ્યું કે 'આતંકવાદીઓ 26/11 કરતા વધુ નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકવાદી શાહનવાઝને વિસ્ફોટ કરવાની ટ્રેનિંગ આપવાની સૂચના મળી હતી. કોઈ એક ખાસ મોકા પર હુમલો કરવાની યોજના હતી. તારીખ પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલરે નક્કી કરવાની હતી.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top