સ્વામી પ્રસાદ મૌર્ય અને સંઘયમિત્રા મૌર્ય ભાગેડુ જાહેર, લખનૌની MP-MLA કોર્ટે જાહેર કર્યો આદેશ

સ્વામી પ્રસાદ મૌર્ય અને સંઘયમિત્રા મૌર્ય ભાગેડુ જાહેર, લખનૌની MP-MLA કોર્ટે જાહેર કર્યો આદેશ

07/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સ્વામી પ્રસાદ મૌર્ય અને સંઘયમિત્રા મૌર્ય ભાગેડુ જાહેર, લખનૌની MP-MLA કોર્ટે જાહેર કર્યો આદેશ

ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્યને લખનૌ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. મૌર્યના પુત્રી અને પૂર્વ સાંસદ સંઘમિત્રા મૌર્યને પણ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, પૂર્વ સાંસદ સંઘમિત્રા મૌર્ય અને તેમના પિતા સ્વામી પ્રસાદ સહિત ત્રણ લોકો વિરુદ્ધ લખનૌની MP-MLA કોર્ટે કલમ 82 હેઠળ આદેશ આપ્યો છે.


કોર્ટમાં હાજર થઇ રહ્યા નહોતા આરોપી

કોર્ટમાં હાજર થઇ રહ્યા નહોતા આરોપી

ACJM તૃતિયા MP-MLA આલોક વર્માની કોર્ટે લખનૌના ગોલ્ફ સિટીના રહેવાસી દીપક કુમાર સ્વર્ણકાર અને ભાજપ પૂર્વ સાંસદ સંઘમિત્રા મૌર્ય સાથે સંબંધિત વિવાદાસ્પદ પ્રકરણમાં પિતા-પુત્રી સહિત 3 આરોપીઓને 3 વખત સમન્સ, 2 વખત જામીની વોરંટ અને 1 વખત બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યા બાદ પણ બાદ પણ કોર્ટમાં હાજર ન થવાના કારણે બધા આરોપીઓને તેમને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યા.


સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

સ્વામી પ્રસાદ મૌર્ય અને તેમના પુત્રી MP-MLA કોર્ટ સામે હાઈ કોર્ટ ગયા હતા, પરંતુ ત્યાંથી રાહત ન મળી. ન્યાયાધીશ જસપ્રીત સિંહની કોર્ટે મૌર્યને સખત ફટકાર લગાવતા કહ્યું કે તમારી વિરુદ્વ પૂરતા પુરાવા છે. તમારે પાછા MP-MLA કોર્ટ જ જવું પડશે. ત્યારબાદ સ્વામી પ્રસાદ મૌર્ય હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા. મૌર્યને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળી.


સ્વામી પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટું નામ

સ્વામી પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટું નામ

તો વાદી દીપક કુમાર સ્વર્ણકર તરફથી તેમના વકીલ રોહિત કુમાર ત્રિપાઠી અને રાજેશ કુમાર તિવારીએ કોર્ટનો આભાર માનતા કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે તેમને જલદી જ ન્યાય મળશે. ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશનાના કેબિનેટ મંત્રી અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમના પુત્રી સંઘમિત્રા મૌર્ય ભાજપની ટિકિટ પર બદાયુથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખત ભાજપે સંઘમિત્રા મૌર્યની ટિકિટ કાપી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top