શિક્ષકની કાળી કરતૂત ! ખાનગી ક્લાસિસના શિક્ષકે વિદ્યાર્થિનીને પીવડાવ્યો દારૂ, અર્ધ બેભાન હાલતમાં

શિક્ષકની કાળી કરતૂત ! ખાનગી ક્લાસિસના શિક્ષકે વિદ્યાર્થિનીને પીવડાવ્યો દારૂ, અર્ધ બેભાન હાલતમાં દીકરી ઘરે પહોંચી તો.....

08/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

શિક્ષકની કાળી કરતૂત ! ખાનગી ક્લાસિસના શિક્ષકે વિદ્યાર્થિનીને પીવડાવ્યો દારૂ, અર્ધ બેભાન હાલતમાં

વડોદરાના (Vadodara) નિઝામપુરા વિસ્તારમાં (Nizampura area) આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી ધો. 10ની વિદ્યાર્થિનીને દારૂ પીવડાવતા તેની તબિયત લથડી (Ill health) ગઇ હતી. આથી વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલ શિક્ષક અર્ધ બેભાન હાલતમાં વિદ્યાર્થિનીને તેના ઘરે મૂકી આવ્યો હતો.


લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી :

જો કે અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇને તેની માતા પણ ચોંકી ઉઠી હતી. આથી, દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ મુકતી ફરિયાદ પણ પોલીસ મથકમાં કરવામાં આવી. જેથી ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે શિક્ષક પ્રશાંત ખોસલાની અટકાયત કરી હતી.


આ મામલે ફતેગંજ પોલીસ મથકના પી.આઇએ જણાવ્યું કે, શહેરના નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ આવેલ છે. જેમાં પ્રશાંત નામના શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી ધો. 10ની વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ બેસાડી રાખી હતી. જ્યારે ટ્યુશનનો સમયગાળો પૂર્ણ થતા અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યાં હતા.


બાદમાં બપોરના 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. જો કે, શિક્ષકે કયા કારણોસર વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ માતાની ફરિયાદના આધારે હાલમાં પોલીસે શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે વિદ્યાર્થિની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેની પણ વધુ તપાસ ચાલી રહી છે.


ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની અટકાયત કરી :

આથી આ કિસ્સા પરથી વાલીઓએ પણ ચેતવા જેવું છે. વાલીઓએ પણ પોતાના દીકરા-દીકરીઓના અભ્યાસ અને તેની લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું જોઇએ. જેથી તેની સાથે કોઇ અજુગતી ઘટના ન ઘટે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top