Telegram Ban: શું ભારતમાં બેન થઇ જશે ટેલિગ્રામ એપ?
તાજેતરમાં ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડુરોવની પોલીસે ધરપકડ કરી છે. તેની સાથે ટેલિગ્રામ એપના મેનેજમેન્ટને લઈને પણ ઘણી વાતો સામે આવી રહી છે. આ જ વાતોની પૃષ્ઠભૂમિમાં ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવાના સમાચાર આવી રહ્યા છે. ભારતીય સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરે કેન્દ્ર સરકાર સાથે મળીને આ વાતની તપાસ શરૂ કરી દીધી છે કે ટેલિગ્રામ આઈટી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે કે નહીં. આરોપ છે કે આ એપનો ઉપયોગ છેતરપિંડી અને જુગાર જેવી ગુનાહિત ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે.
જો એ સ્પષ્ટ થાય છે કે ટેલિગ્રામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, ભારતમાં આ સોશિયલ મીડિયા એપ પ્રતિબંધિત થઈ શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતમાં ટેલિગ્રામના 50 મિલિયનથી વધુ યુઝર્સ છે. એવામાં ટેલિગ્રામ એપને લઈને સરકારના આ પગલાને હળવાશથી લઈ શકાય નહીં.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તપાસનો અંતિમ નિર્ણય પરિણામોના આધારે લેવામાં આવશે. નોંધનીય છે કે પાવેલ ડુરોવને માનવ તસ્કરી, ડ્રગ્સ, આતંકવાદ, છેતરપિંડી અને સાયબર ખતરાઓના આરોપમાં ફ્રેન્ચ અધિકારીઓએ ફ્રાન્સના પેરિસ નજીકના એરપોર્ટ પર ધરપકડ કરી હતી અને આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય મીડિયાની લાઇમલાઇટમાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp