ગુજરાતના આ શહેરના કોંગ્રેસના ઉમેદવારની લોકસભા ચુંટણી માટેની ઉમેદવારી સંકટમાં, જાણો સમગ્ર મામલો

ગુજરાતના આ શહેરના કોંગ્રેસના ઉમેદવારની લોકસભા ચુંટણી માટેની ઉમેદવારી સંકટમાં, જાણો સમગ્ર મામલો

04/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ શહેરના કોંગ્રેસના ઉમેદવારની લોકસભા ચુંટણી માટેની ઉમેદવારી સંકટમાં, જાણો સમગ્ર મામલો

દેશમાં લોકસભાની ચૂંટણીનો સમય છે ત્યારે ગુજરાતના રાજકીય માહોલમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. ગઈકાલે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને લઈને ઉમેદાવારો પોતાના ફોર્મ ભરી દીધા છે. ત્યારે આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે. ત્યારે આ વચ્ચે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારોના ટેકેદારોના એફિડેવિટ પર સવાલ ઉઠાવાયા છે. આ મામલે  સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે.


આ મામલાને લઈને કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે

આ મામલાને લઈને કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે

માહિતી અનુસાર, ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ચાર પૈકી ત્રણ ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવાયો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી કમિશનરને ફરીયાદ કરી હતી. ત્યારે આ મામલાને લઈને કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે. ટેકેદારોએ એવું જણાવ્યું છે કે, 'સહી તેમની નથી.' તો બીજી તરફ આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી વાત થઇ રહી છે.

જો કે, હજુ ફોર્મ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. રિટર્નિંગ ઓફિસરે આ અંગે નોટિસ આપી છે. સાંજે 4 સુધીમાં કોંગ્રેસે જવાબ આપવાનો છે. ત્યારબાદ નિલેશ કુંભાણીના ફોર્મને લઈને કલેક્ટર નિર્ણય લેશે. ફોર્મ વિવાદ અંગે નિલેશ કુંભાણીએ કહ્યું કે, મને પણ મીડિયાના માધ્યમથી આ અંગે ખબર પડી છે. મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થઈ હોવાનો આરોપ છે.


સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદની ચર્ચા વચ્ચે કોંગ્રેસ અને આપના નેતાઓ સુરત કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. ગોપાલ ઈટાલિયા પણ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. આ સાથે ભાજપ-કોંગ્રેસની લીગલ ટીમના વકીલો પણ હાજર છે. ત્યારે આ મામલા વચ્ચે સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષના સ્થાને આ વખતે ભાજપે મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીને મેદાને ઉતારાયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top