સુરતમાં ડોક્ટરે હોસ્પિટલમાં જાતે જ હાથમાં ઈન્જેક્શન મારી કર્યો આપઘાત, પરિવારજનો આઘાતમાં!

સુરતમાં ડોક્ટરે હોસ્પિટલમાં જાતે જ હાથમાં ઈન્જેક્શન મારી કર્યો આપઘાત, પરિવારજનો આઘાતમાં!

11/08/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં ડોક્ટરે હોસ્પિટલમાં જાતે જ હાથમાં ઈન્જેક્શન મારી કર્યો આપઘાત, પરિવારજનો આઘાતમાં!

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને તાડવાડી ખાતે પટેલ નામની હોસ્પિટલ (patel hospital) ધરાવતા એક ડોકટરે જાતેજ પોતાના હાથમાં ઇંજેશન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમના ડોકટર મિત્રો, અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઈ ગયો છે.


જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી ઈન્જેકશન મારી લીધું

સુરત ના અડાજણ પાટિયા ખાતે આવેલ પટેલનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ડો ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ એ ગત રાત્રે રાંદેર તાડવાડી ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. તેઓ હોસ્પિટલની અંદર બેભાન અવસ્થા મળી આવ્યા હતા. પરિવારજનો તેમણે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મરણ જાહેર કર્યા હતા.

તેમને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે રહે છે. ડોકટર અહીં માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણી શકાયું નથી.


સ્વભાવ પણ હતો શાંત

ડો. ઉદયભાઈ બહુજ શાંત સ્વભાવના હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેમના દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારમાં માતમ પ્રસરી ગયો છે, જયારે ડોક્ટર મિત્રો તેમજ અન્ય મિત્ર વર્ગ અને સગા સંબધીઓમાં પણ શોક ફેલાઈ ગયો છે. બનાવ અંગે આગળની તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top