Gujarat: 'ઠંડા પવનોના કારણે..', 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે; જાણો અગામી 7 દિવસ કેવું ર

Gujarat: 'ઠંડા પવનોના કારણે..', 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે; જાણો અગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?

12/09/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: 'ઠંડા પવનોના કારણે..', 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે; જાણો અગામી 7  દિવસ કેવું ર

Gujarat Weather Forecast:  ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. આ ઉપરાંત રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનું પ્રમાણ વધુ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની અસર ગુજરાતના હવામાન પર પણ પડી રહી છે.


આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે?

આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે?

તાજેતરમાં, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા નજીકના ભવિષ્યમાં થઈ રહેલા ફેરફારો વિશે માહિતી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી હવામાનમાં મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. રાજ્યના તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એવામાં રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થઈ શકે છે. શનિવારે ગુજરાતના નલિયામાં સૌથી ઓછું તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનમાં 15 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય પવનો આવી રહ્યા છે, ઉત્તરીય પવનો ફૂંકાશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. ગુજરાતમાં આવતા પવનો ઉત્તરથી રાજસ્થાન થઈને આવશે જેના કારણે ઠંડી સામાન્ય થઈ શકે છે. આથી બે દિવસ બાદ તાપમાનમાં નજીવો વધારો થઈ શકે છે, પરંતુ કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી.


આ 17 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે

આ 17 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગત રોજ નલિયામાં 10.8, ડીસામાં 12.4, અમદાવાદમાં 13.2, ગાંધીનગરમાં 14, કેશોદમાં 14.8, વલ્લભવિદ્યાનગરમાં 15, રાજકોટમાં 15, મહુવામાં 15.1, વડોદરામાં 15.2,  પોરબંદરમાં 15.4, સુરતમાં 15.8, ભુજમાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.8, ભાવનગરમાં 17, કંડલા પોર્ટમાં 17.7, વેરાવળમાં 19.1, દ્વારકામાં 19.2, ઓખામાં 22.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top