મેં બધા લેપટોપ અને ફોન એટલે ન લીધા કેમ કે..., ચોરે છોડી ચિઠ્ઠી, ઓફિસમાં ઘૂસીને કરી ચોરી

મેં બધા લેપટોપ અને ફોન એટલે ન લીધા કેમ કે..., ચોરે છોડી ચિઠ્ઠી, ઓફિસમાં ઘૂસીને કરી ચોરી

06/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

મેં બધા લેપટોપ અને ફોન એટલે ન લીધા કેમ કે..., ચોરે છોડી ચિઠ્ઠી, ઓફિસમાં ઘૂસીને કરી ચોરી

સામાન્ય રીતે ચોરીના ઇરાદે આવેલા ચોર ચૂપચાપ સામાન ઉઠાવીને જતા રહે છે અને પ્રયાસ કરે છે કે પાછળ કોઈ પુરાવા ન રહી જાય, પરંતુ હાલમાં જ્યારે ચીનના શાંઘાઇની એક ઓફિસમાં ચોરી થઈ તો ચોરે ત્યાં રીતસરની એક ચિઠ્ઠી છોડી હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના રિપોર્ટ મુજબ, ગત 17 મેના રોજ થયેલી ઘટનામાં એક ચોર એક કંપનીની અંદર ઘૂસ્યો હતો. ત્યારથી લેપટોપ, મોબાઇલ અને ઘડિયાળ ચોરી લઈ ગયો, પરંતુ તેણે ઓફિસમાં માલિક માટે એક ચિઠ્ઠી છોડી હતી, જેમાં સિક્યોરિટી સારી કરવાનું મંતવ્ય લખવામાં આવ્યું હતું.


બધા લેપટોપ અને ફોન એટલે ન લીધા કેમ કે..

બધા લેપટોપ અને ફોન એટલે ન લીધા કેમ કે..

પોલીસ મુજબ, સાંગ નામથી ઓળખાનાર ચોરે કંપનીની ઓફિસમાં ઘૂસીને પહેલા કેમ્પસની દીવાલ કૂદ્યો. તેણે એક ઘડિયાળ અને એક એપલ મેકબુક ચોરી. પોલીસે જણાવ્યું કે, તેણે ત્યાં બાકી મોબાઈલ ફોન અને લેપટોપ એકત્ર કર્યા અને તેના પર એક ખુલ્લી નોટબુક રાખી દીધી. તેમાં લખ્યું હતું, ‘ડીયર બોસ, મેં એક ઘડિયાળ અને એક લેપટોપ લીધું છે. તમારે પોતાની એન્ટિ થેફ્ટ સિસ્ટમ સારી કરવાની જરૂરિયાત છે. મેં બધા લેપટોપ અને ફોન એટલે ન લીધા કેમ કે તેનાથી તમારા બિઝનેસનું નુકસાન થઈ શકે છે.


ચોર પોલીસ કસ્ટડીમાં

ચોર પોલીસ કસ્ટડીમાં

નોટના અંતમાં તેણે લખ્યું કે, જો તમને પોતાનું લેપટોપ અને ફોન પરત જોઈતું હોય તો મને કોન્ટેક્ટ કરો. સાથે જ તેણે પોતાનો નંબર ત્યાં છોડી દીધો. પોલીસે ચોરની જાણકારી મેળવી અને થોડા જ કલાકોમાં તેની ધરપકડ કાર લીધી. સાંગની શાંઘાઇ છોડતી ટ્રેનમાં ધરપકડ કરવામાં આવી અને તેની પાસે ત્યારે પણ ચોરીનો સામાન હતો. પોલીસે કહ્યું કે, તે અત્યારે કસ્ટડીમાં છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. એક યુઝરે લખ્યું- દયાળુ ચોર. એક અન્યાયે લખ્યું કે, તેને ન પકડાવાનો ભરોસો હતો. ઉલ્લેખનીય છે કે એવી ઘટના અગાઉ પણ સામે આવતી રહી છે, જ્યારે ચોર ચોરી બાદ કોઈ ખાસ ચિઠ્ઠી કે કોઈ સમાન ખાસ કારણથી છોડી ગયો હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top