6 મહિનાથી જેલમાં બંધ આ AAP સાંસદને ચૂંટણી પહેલા મળી મોટી રાહત..' લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે..
Money Laundering Case : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળ્યા છે. તેઓ દિલ્હી લિકર પૉલિસીથી સંબંધિત કૌભાંડ કેસમાં 6 મહિનાથી જેલમાં હતા. હવે તેઓ જેલથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારનારી સંજય સિંહની અરજી પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે આપ સાંસદના વકીલની દલીલ પર માન્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળી આવ્યા નથી અને તેના પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરાઈ શકાય છે.
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે.સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે ઈડીને પૂછ્યું હતું કે, સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે? કોર્ટને સંજય સિંહના વકીલને જણાવ્યું હતું કે મની લોન્ડ્રિંગની પુષ્ટિ નથી થઈ અને મની ટ્રેલની પણ હજુ ખબર નથી પડી. તેમ છતા સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.
Supreme Court directs to release AAP MP Sanjay Singh on bail during the pendency of trial in a money laundering case relating to excise policy irregularities matter. (File photo) pic.twitter.com/fBfcdHAWST — ANI (@ANI) April 2, 2024
Supreme Court directs to release AAP MP Sanjay Singh on bail during the pendency of trial in a money laundering case relating to excise policy irregularities matter. (File photo) pic.twitter.com/fBfcdHAWST
સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટમાં જામીન માંગ્યા હતા અને દલીલ કરી હતી કે તે મુખ્ય ગુનામાં સામેલ નથી. જો કે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 2021-22 નીતિ સમયગાળા દરમિયાન દિલ્હી દારૂ કૌભાંડની આવક સંબંધિત પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીનો દાવો કરીને તેમના જામીનનો વિરોધ કર્યો હતો. EDએ આરોપ લગાવ્યો હતો કે સિંહને લિકર પોલિસી 'કૌભાંડ'માંથી કિકબેક મળી હતી. EDનો કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) FIRમાંથી ઉદ્દભવ્યો છે, જેમાં લાયસન્સ ધારકોને આપવામાં આવેલી અયોગ્ય તરફેણ સાથે, દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના ફેરફારમાં અનિયમિતતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp