Tunisha Sharma Case : આ દિગ્ગજ કલાકારે તુનિષાની આત્મહત્યા માટે માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા, She

Tunisha Sharma Case : આ દિગ્ગજ કલાકારે તુનિષાની આત્મહત્યા માટે માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા, Sheezan Khan વિશે પણ કરી આ મોટી વાત

12/28/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

Tunisha Sharma Case : આ દિગ્ગજ કલાકારે તુનિષાની આત્મહત્યા માટે માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા, She

ગ્લેમર ડેસ્ક : તુનિષા શર્મા (Tunisha Sharma) હવે આ દુનિયામાં નથી રહી. 24મી ડિસેમ્બરે તેણે સીરિયલના સેટ પર આપઘાત કર્યો હતો. મંગળવારે સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેના હૈયુ ચીરી નાખે તેવા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. 20 વર્ષીય દિવંગત એક્ટ્રેસના આમ ચાલ્યા જવાથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. મોટાભાગના સેલેબ્સ તેને અંતિમ વિદાય આપવા માટે પણ હાજર રહ્યા હતા. જ્યાં એક તરફ તમામ શોક વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ મુકેશ ખન્નાએ (Mukesh Khanna) આ માટે માતા-પિતાને જવાબદાર ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપૂતથી સુસાઈડનો સિલસિલો શરૂ થયો અને અત્યારસુધીમાં ન જાણે કેટલાય કલાકારોએ પોતાના જીવનને ખતમ કરી નાખ્યું.


'આ લવ જિહાદનો કેસ નથી'

'આ લવ જિહાદનો કેસ નથી'

પોતાની YouTube ચેનલ પર શેર કરેલા વીડિયોમાં તેમણે કહ્યું કે 'આ લવ જિહાદનો કેસ નથી. દરેક ખાન આ પ્રકારનું કામ કરતાં હોય તે જરૂરી નથી. તુનિષા જતી રહી અને આંગળી તેના બોયફ્રેન્ડ પર ઉઠી રહી છે. તેની ધરપકડ પણ કરી લેવામાં આવી. પરંતુ આ પાછળનું જે મૂળ છે, તેના વિશે કોઈ વાત કરી રહ્યું નથી'.


'આ માટે માતા-પિતા જવાબદાર'

'આ માટે માતા-પિતા જવાબદાર'

'તુનિષાના કો-એક્ટર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શોક વ્યક્ત કરી રહ્યા છે. તેની આત્માને શાંતિ મળે તેવી વાત કરી રહ્યા છે. પરંતુ બાદમાં તેઓ તે જ ભીડમાં જતા રહે છે અને હવે કોનો નંબર આવશે તે વાતથી અજાણ રહે છે. આ માટે જવાબદાર માતા-પિતા છે. ખાસ કરીને છોકરીઓના. છોકરાઓ પોતાને સંભાળી લે છે પરંતુ છોકરીઓ હંમેશા ભાવનાત્મક રીતે જોડાયેલી રહે છે. જે છોકરી તેના બોયફ્રેન્ડને ભગવાન માને છે, તેને જાણ થાય કે તે દગો આપી રહ્યો છે તો વિચારો કે તેના પર શું વીતતું હશે? તુનિષાએ એક ઘાતક નિર્ણય લીધો, જેનાથી તેનો પરિવાર પરેશાન થયો અને ટીવી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ'.


મુકેશ ખન્નાએ યુવાન છોકરીઓના માતા-પિતાને આપી સલાહ

મુકેશ ખન્નાએ યુવાન છોકરીઓના માતા-પિતાને આપી સલાહ

મુકેશ ખન્નાએ કહ્યું કે, સુસાઈડ 1-2 મિનિટનો ગુસ્સો હોય છે. જો તમે સમયે કોઈ મિત્ર, ભાઈ-બહેન કે માતા હોત તો તુનિષાનો જીવ ન ગયો હતો. જો તે આમ કરવા જઈ રહી હોવાનું કહ્યું હોત તો પણ સામેવાળી વ્યક્તિ સવાલ કરત. જો તે રડી હોત તો તેની અંદરનો ગુસ્સો બહાર નીકળી ગયો હતો. પેરેન્ટ્સ તેમની છોકરીઓને ટેલેન્ટેડ સમજીને એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં મોકલી દે છે. પરંતુ, તેમને એકલી ન છોડવી જોઈએ. દરેક મહિના માતા-પિતાએ તેમના બાળકોને મળવું જોઈએ. તેમના ખબર-અંતર પૂછવા જોઈએ, તેમના મિત્ર બનવું જોઈએ. તેવામાં તે મુશ્કેલ સમયમાં કોઈની સાથે વાત કરીને પોતાનું મન હળવું કરી શકશે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top