Earthquake: ભૂકંપના કારણે પાડોશી દેશની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 4.8 તીવ્રતા મપાઇ

Earthquake: ભૂકંપના કારણે પાડોશી દેશની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 4.8 તીવ્રતા મપાઇ

12/21/2024 World

SidhiKhabar

SidhiKhabar

Earthquake: ભૂકંપના કારણે પાડોશી દેશની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 4.8 તીવ્રતા મપાઇ

Earthquake in Nepal: આજે વહેલી સવારે ભૂકંપના કારણે નેપાળની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 3:59 વાગ્યે આવેલા ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં પૃથ્વીની નીચે 10 કિમીની ઊંડાઇએ હતું. જો કે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.


ગયા વર્ષે આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી

ગયા વર્ષે આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી

તમને જણાવી દઈએ કે નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે નવેમ્બર (2023)માં અહીં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. 150 થી વધુ લોકોના મોત થયા હતા. પશ્ચિમ નેપાળના જારકોટ અને રુકુમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. ઘણા મકાનો ધરાશાયી થયા હતા જ્યારે ઘણા મકાનોમાં તિરાડો પડી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top