ભારતમાં સૌથી લોકપ્રિય વિદેશી ક્રિકેટર હવે આઈપીએલમાં જોવા નહીં મળે, નિવૃત્તિની જાહેરાત

ભારતમાં સૌથી લોકપ્રિય વિદેશી ક્રિકેટર હવે આઈપીએલમાં જોવા નહીં મળે, નિવૃત્તિની જાહેરાત

11/19/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં સૌથી લોકપ્રિય વિદેશી ક્રિકેટર હવે આઈપીએલમાં જોવા નહીં મળે, નિવૃત્તિની જાહેરાત

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે. અહીં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી ક્રિકેટરોને પણ લોકચાહના મળે છે. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય હોય તેવા વિદેશી ક્રિકેટર એબી ડિવિલિયર્સે આખરે ક્રિકેટના તમામ ફોરમેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લીધી હતી, હવે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પણ જોવા મળશે નહીં. 

નિવૃત્તિની જાહેરાત કરતા ડિવિલિયર્સે કહ્યું, આ એક અવિશ્વસનીય સફર રહી છે. પરંતુ મેં હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે ઘરના બેકયાર્ડમાં ક્રિકેટ રમવાથી લઈને છેક સુધી મેં એ જ આનંદ અને ઉત્સાહથી આ રમત રમી છે. પરંતુ હવે 37 વર્ષની ઉંમરે એ આગ એટલી તેજીથી નથી સળગતી.’

તેણે કહ્યું કે, આ રમતે મને અનેક અકલ્પનીય વિકલ્પો આપ્યા અને તે માટે હું તમામનો આભારી છું. દક્ષિણ આફ્રિકા કે ભારત, જ્યાં પણ હું રમ્યો છું, મને સમર્થન મળ્યું છે. તેણે તેના પરિવારનો તેમજ ફ્રેન્ચાઈઝી, સાથી ખેલાડીઓ, કોચ વગેરેનો પણ આભાર માન્યો હતો.

ક્રિકેટની દુનિયાના મિસ્ટર 360 ના નામથી જાણીતા ડિવિલિયર્સે IPL માં 184 મેચમાં 39.70 ની એવરેજથી 5162 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ શતક અને 40 અર્ધશતક સામેલ છે. આઈપીએલમાં ડિવિલિયર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમજ દિલ્હીની ટીમમાં રહીને મેચ રમી હતી.

ડિવિલિયર્સે વર્ષ 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યાં સુધી તેણે કુલ 114 ટેસ્ટ મેચની 91 ઇનિંગમાં 50.66 ની એવરેજથી 8 હજાર રન બનાવ્યા હતા. જેમાં 22 શતક, 46 અર્ધશતક સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 278 રહ્યો છે. 

તેણે 228 વન-ડે મેચ રમી, જેમાં 53.50 ની એવરેજથી 9,577 રન બનાવ્યા. વન-ડેમાં તેના નામે 25 શતક અને 53 અર્ધશતક છે. એક દિવસીય ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર 176 રનનો છે. ટી-20 માં ડિવિલિયર્સે દેશ માટે 78 મેચમાં 1672 બનાવ્યા હતા. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top