Sensex 63,000 ને પાર : શેરબજારના આ નિર્ણયથી ભાગશે અદાણી ગ્રુપના આ 4 શેર, આ છે મોટું કારણ
Adani - Sensex News : આજે બુધવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.સવારે 9.40 વાગે BSE સેન્સેક્સ 100 પોઈન્ટના વધારા સાથે 62,900 નીચે ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 50 પોઈન્ટના વધારા સાથે 18,650ની નજીક પહોંચી ગયો છે. ઉપલા સ્તરે સેન્સેક્સ 63,027.98 સુધી જોવા મળ્યો હતો. FMCG અને IT શેરો બજારની મજબૂતાઈમાં આગળ છે. નિફ્ટીમાં બ્રિટાનિયાનો શેર 2 ટકા ચઢ્યો છે. આ પહેલા મંગળવારે સ્થાનિક બજારો સપાટ બંધ રહ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના 29 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. આ સમયે બીએસઈના 30માંથી 29 શેરોમાં તેજી જયારે અન્ય શેર ઘટાડા અને સ્થિર જોવા મળ્યા હતા. સવારે નેસ્લે ઈન્ડિયાનો શેર ટોપ ગેઈનર હતો.
વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. વૈશ્વિક બજારથી ભારતીય બજારને સપોર્ટ મળી શકે છે. એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી, કોરિયાનો કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં પણ મજબૂતી છે. DOW, S&P અને NASDAQ FUT નજીવા અપટ્રેન્ડ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. SGX NIFTY ઉપલા સ્તરે 18745 સુધી જોવા મળ્યો હતો.
શરૂઆતના કારોબારમાં અદાણી ગ્રુપના 10માંથી 8 શેરના ભાવ વધી રહ્યા હતા, જ્યારે 2 શેરમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. આજે અદાણી પાવર જૂથની રિકવરીનું નેતૃત્વ કરી રહ્યું છે. તેની કિંમતમાં 4 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મરના ભાવ 1.50 ટકા સુધીના નફામાં છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની કંપનીઓની વિશ્વસનીયતા અથવા તેના બદલે દરજ્જામાં વધારો કર્યો છે. મળતી માહિતી મુજબ BSE એ અદાણી ગ્રુપની 4 કંપનીઓના શેરની સર્કિટ લિમિટ વધારી દીધી છે. મતલબ કે હવે વધુને વધુ લોકો આ કંપનીઓના શેરમાં રોકાણ કરી શકશે.
અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મર માટે, સર્કિટ મર્યાદા 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે, એમ ETના અહેવાલમાં જણાવાયું છે. અદાણી પાવરની સર્કિટ લિમિટમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. તેની મર્યાદા 5% થી વધારીને 20% કરવામાં આવી છે. અદાણી વિલ્મર અને અદાણી ટ્રાન્સમિશનના શેર મંગળવારે એક-એક ટકા ઘટીને અનુક્રમે રૂ. 429.65 અને રૂ. 816.25 પર બંધ થયા હતા. અદાણી ગ્રીન એનર્જીનો શેર 0.4 ટકા વધીને રૂ. 991.85 પર અને અદાણી પાવરનો શેર 1.4 ટકા વધીને રૂ. 263 પર બંધ થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp