આ શું લગ્નમંડપમાં ચાલુ ફેરા દરમિયાન દુલ્હન અચાનક મદદ માટે બૂમો પાડવા લાગી! રોકવાની કોશિશ કરી તે

આ શું લગ્નમંડપમાં ચાલુ ફેરા દરમિયાન દુલ્હન અચાનક મદદ માટે બૂમો પાડવા લાગી! રોકવાની કોશિશ કરી તેની આંખમાં...જુઓ વિડિઓ?

04/23/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

આ શું લગ્નમંડપમાં ચાલુ ફેરા દરમિયાન દુલ્હન અચાનક મદદ માટે બૂમો પાડવા લાગી! રોકવાની કોશિશ કરી તે

આંધ્ર પ્રદેશમાં એક મહિલાને તેના જ લગ્નમાંથી ખેંચીને લઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાના કડિયામમાં બની હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે


દુલ્હન મદદ માટે બૂમો પાડતી રહી

દુલ્હન મદદ માટે બૂમો પાડતી રહી

ચાર-પાંચ યુવકો દુલ્હનને પોતાની સાથે લગ્ન મંડપમાંખી ખેંચીને લઈ જાય છે. આ દરમિયાન, વરરાજા સહિત જેણે પણ આને રોકવાની કોશિશ કરી તેની આંખમાં મરચાંનો ભૂકો નાખ્યો હતો. દુલ્હન મદદ માટે બૂમો પાડતી રહી પણ આ યુવકોને કોઈ જ અસર થઈ નહીં. હાલના મામલામાં વરરાજાના પરિવારે અપહરણની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.વાસ્તવમાં, આ યુવકો દુલ્હનના પિતરાઈ ભાઈઓ છે, જેઓ તેના પ્રેમ લગ્ન કરવાના વિરોધમાં તેને લગ્નમંડપમાંથી ખેંચીને લઈ જઈ રહ્યા છે. જ્યારે દુલ્હન આનો વિરોધ કરે છે, ત્યારે પિતરાઈ ભાઈઓ તેને તેની મરજી વિરુદ્ધ મંડપમાંથી ખેંચીને લઈ જાય છે. દુલ્હનની ઓળખ સ્નેહા તરીકે થઈ હતી. તે વેંકટનંદુને પ્રેમ કરે છે અને તેના પરિવારની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી.લગ્નની વિધિ દરમિયાન દુલ્હનના

લગ્નની વિધિ દરમિયાન દુલ્હનના

બંને વેટરનરી મેડિસિન ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યા હતા, જ્યાં તેઓ મળ્યા અને પ્રેમમાં પડ્યા હતા. બંનેએ 13 એપ્રિલે વિજયવાડાના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વરરાજા તેની પત્નીને ઘરે લઈ આવ્યો હતો. અહીં ઘરના વડીલોએ બંનેના ઔપચારિક લગ્નનું આયોજન કરવાનું નક્કી કર્યું, જેમાં મોટી સંખ્યામાં સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં યુવતીના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નની વિધિ દરમિયાન દુલ્હનના માતા-પિતા અને અન્ય સંબંધીઓ ત્યાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં વર પક્ષનો એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top