વધુ એક રેગિંગની ઘટનાએ મચાવ્યો હાહાકાર, વિદ્યાર્થીને નગ્ન કરીને..'
Ragging: શાળા, કૉલેજો કે હોસ્ટેલોમાં રેગિંગની ઘટનાઓ સમય-સમય પર સામે આવતી રહે છે. જેમાં કેટલીક વખતે રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીએ જીવ પણ ગુમાવવો પડે છે. હવે વધુ એક વખત અમદાવાદથી જિલ્લામાં આવેલા એક ગામની હૉસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી છે, જેનો ખુલાસો થતા હાહાકાર મચી ગયો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની એક ગામમાં હૉસ્ટેલ આવેલી છે, જ્યાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી સાથે રેગિંગ કર્યું હતું. રેગિંગમાં આ વિદ્યાર્થીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ગુપ્તાંગમાં લાકડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સામે આવતા જ રેગિંગનો ખુલાસો થયો હતો. આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લેતા સગીરના માતા-પિતાને ખાતરી આપીને 4 સગીરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સાથે જ શિક્ષણ વિભાગે પણ આ ઘટનાને લઈને રિપોર્ટ માગ્યો છે અને સમગ્ર મામલે વોર્ડન અને હૉસ્ટેલના જવાબદાર લોકો સામે તપાસના આદેશ આપ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp