Video: નવા વર્ષની ઉજવણી અગાઉ બેંગકોકની પ્રખ્યાત હૉટેલમાં લાગી આગ, 3 વિદેશી પ્રવાસીઓના મોત

Video: નવા વર્ષની ઉજવણી અગાઉ બેંગકોકની પ્રખ્યાત હૉટેલમાં લાગી આગ, 3 વિદેશી પ્રવાસીઓના મોત

12/30/2024 World

SidhiKhabar

SidhiKhabar

Video: નવા વર્ષની ઉજવણી અગાઉ બેંગકોકની પ્રખ્યાત હૉટેલમાં લાગી આગ, 3 વિદેશી પ્રવાસીઓના મોત

Bangkok Hotel Fire: બેંગકોકના લોકપ્રિય પર્યટન સ્થળ ખાઓ સેન રોડ પર સ્થિત એક હૉટલમાં આગ લાગી ગઇ હતી. આગમાં 3 વિદેશી નાગરિકોના મોત થયા હતા અને અન્ય કેટલાક લોકો દાઝી ગયા હતા. થાઇલેન્ડ પોલીસે સોમવારે આ ઘટનાની માહિતી આપી છે. પોલીસ કર્નલ સાનોંગ સેંગમાનીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આગમાં માર્યા ગયેલા 3 લોકો વિદેશી પ્રવાસીઓ હતા. એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેનું હૉસ્પિટલમાં લઇ જતા મોત થઇ ગયું હતું. પોલીસે જણાવ્યું કે આગ 6 માળની એમ્બર હૉટલના 5મા માળે લાગી હતી.


આગ કાબૂમાં આવી

આગ કાબૂમાં આવી

ખાઓ સાન રોડ, બેંગકોકમાં 'બેકપેકર સ્ટ્રીટ' તરીકે પ્રખ્યાત છે અને જ્યાં 24 કલાક હિલચાલ રહે છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આગના સમયે હૉટલમાં 75 લોકો રોકાયા હતા. આગમાં 2 થાઇ અને 5 વિદેશી નાગરિકો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. શ્રીકાંત કોલામાલા, 37 વર્ષીય ભારતીય નાગરિક, જેઓ સિંગાપોરમાં રહે છે અને રજાઓ પર થાઇલેન્ડની મુલાકાતે હતા, તેમણે બચાવ કામગીરી જોઇ હતી. તેણે કહ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓએ લોકોને બહાર કાઢવા માટે હૉટલની કાચની બારીઓ તોડી નાખી હતી.


નવા વર્ષની ઉજવણીને અસર થશે?

નવા વર્ષની ઉજવણીને અસર થશે?

ખાઓ સાન રોડ બિઝનેસ એસોસિએશનના પ્રમુખ સાંગા રુઆંગવત્તાનાકુલ હૉટલની બહાર ઉભા હતા ત્યારે આગ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે નવા વર્ષની પૂર્વ સંધ્યાના કાર્યક્રમમાં 20,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા હતી. "હવે જે બન્યું છે તેનાથી દરેક ડરી ગયા છે અને ડર છે કે તે આવતીકાલની ઘટના પર અસર કરશે, અલબત્ત, ચિંતા કરવાની કોઇ જરૂર નથી કારણ કે અમે પોલીસ સાથે મીટિંગ કરી છે અને અમારી પાસે ખાઓ સાન રોડ પર સુરક્ષા માટે 150 વધુ પોલીસ અને જિલ્લા કર્મચારી છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top