BREKING: 70 વર્ષીય ટિકુ તલ્સાનિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ
Tiku Talsania Suffers A Heart Attack: પીઢ અભિનેતા અને કોમેડિયન ટિકુ તલ્સાનિયાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની હાલત હજુ પણ ગંભીર છે. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની ઉંમર 70 વર્ષ છે. રિપોર્ટ અનુસાર, તે ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે. ટિકુએ 'સર્કસ', 'હંગામા', 'સ્પેશિયલ 26', 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા!' અને દેવદાસ જેવા સુપરહિટ ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કર્યું છે. ટેલી ચક્કરના જણાવ્યા મુજબ, ટીકુની હાલત હજુ પણ ગંભીર છે.
ટિકુ તલ્સાનિયાએ વર્ષ 1984માં દૂરદર્શનના લોકપ્રિય શૉ 'યે જો હૈ જિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે ટી.વી. અને ફિલ્મોમાં ફક્ત કોમિક ભૂમિકાઓ જ ભજવી હતી. ટી.વી. અને ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તેણે થિયેટર પણ ખૂબ કર્યું. તેમણે હિન્દી, મરાઠી અને ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે. તે છેલ્લે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં જોવા મળ્યો હતો.
ટિકુ તલ્સાનિયાનો જન્મ વર્ષ 1954માં થયો હતો. તેણે વર્ષ 1984માં દૂરદર્શનના લોકપ્રિય શૉ 'યે જો હૈ જિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. તો વર્ષ 1986માં ફિલ્મ 'પ્યાર કે દો પલ' સાથે તેણે બોલિવુડમાં પગ મુક્યો હતો. તમામ પ્રકારના રોલ નિભાવી ચૂકેલા ટીકુ તલ્સાનિયાને સૌથી વધુ કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવે છે. તેની કોમેડીની સ્ટાઇલ અને ટાઈમિંગ બંને જ શાનદાર રહી છે. તેની ડાયલોગ ડિલિવરી જ દર્શકોને હસાવવા માટે પુરતી છે.
ટિકુ તલ્સાનિયાએ દીપ્તિ તલ્સાનિયા સાથે લગ્ન કર્યા હતા. તેમના 2 બાળકો છે. એક પુત્ર રોહન તલ્સાનિયા અને દીકરી શિખા તલ્સાનિયા. રોહન મ્યૂઝિક કમ્પોઝર છે અને શિખા બોલિવુડમાં એક્ટ્રેસ છે. શિખા તલ્સાનિયા 'વિરે દી વેડિંગ', 'કુલી નં-1' અને 'આઈ હેટ લવ સ્ટોરીઝ'માં નજરે પડી ચૂકી છે. આશા રાખીએ છીએ કે ટીકુ તલ્સાનિયા જલદી જ સ્વસ્થ થઈને ઘરે ફરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp