Gujarat : ગુજરાતમાં આવતીકાલનો દિવસ છે ખુબ જ ભારે! જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

Gujarat : ગુજરાતમાં આવતીકાલનો દિવસ છે ખુબ જ ભારે! જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

08/12/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : ગુજરાતમાં આવતીકાલનો દિવસ છે ખુબ જ ભારે! જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

ગુજરાત ડેસ્ક : રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અને આવતીકાલે પણ વરસાદી માહોલ જારી રહેવાની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.


હાલમાં અરબી સમુદ્રમાં એક સાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે જે 12મીએ ભારે વરસાદની શક્યતા દર્શાવે છે. બંગાળની ખાડીમાં રચાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આગામી 48 કલાકમાં આ લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.


બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ

આ બે સિસ્ટમના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટે મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 13 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વહેતી નદી નાળાને ઓળંગવા અને નદી-ડેમના પટ્ટામાં ન ખસવા પણ અપીલ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top