ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, FBIએ તપાસ શરૂ કરી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડને કેબિનેટના નામાંકિત સભ્યો અને અન્યો સામે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. યુએસ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FBI)એ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ અગાઉ તેમના કેબિનેટ સ્તરના ઘણા નોમિની અને તેમના પરિવારના સભ્યો, જેમાં ટોચના વહીવટી હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે, તેમને ધમકીઓ મળી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધમકીઓ આપનારાઓએ આ બધાને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી છે. જેના કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. મામલાની ગંભીરતાને સમજીને FBIએ તપાસ શરૂ કરી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ બુધવારે ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને અન્યો સામે ધમકીઓ મળવા અંગે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ તે ધમકીઓ સામે કાર્યવાહી કરી છે. પ્રવક્તા કેરોલિન લેવિટે કહ્યું કે નામાંકિત અને નિયુક્ત સભ્યોને 2 દિવસથી ધમકીઓ મળી રહી છે. કાયદા અમલીકરણ અને અન્ય અધિકારીઓએ લક્ષિત લોકોની સલામતીની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લીધા. હવે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે ટ્રમ્પની કેબિનેટને ધમકી આપનારા કોણ છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp