Mahakal Mandir Wall Collapsed: ઉજ્જૈનમાં મોટો અકસ્માત, મહાકાલ મંદિર પાસે દિવાલ પડી; કાટમાળ નીચે દબાઇ જવાથી બે લોકોના મોત
મહાકાલ મંદિરની સામે બડા ગણેશ મંદિર પાસે શુક્રવારે સાંજે જૂની દિવાલ ધરાશાયી થઇ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભારે વરસાદ વચ્ચે આ અકસ્માત થયો હતો, જેના કારણે બચાવમાં પણ મુશ્કેલી પડી હતી. મોટાભાગના ઇજાગ્રસ્તો મહાકાલ મંદિરની સામે દુકાન લગાવીને પૂજા સામગ્રી વેચી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહાકાલ મંદિરના ગેટ નંબર ચારની સામે બડા ગણેશ મંદિર પાસે આવેલી મહારાજવાડા સ્કૂલની જૂની દિવાલ ધરાશાયી થતાં આ અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર, પોલીસ અને મંદિર પ્રબંધન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ભારે વરસાદ વચ્ચે ઇજાગ્રસ્તોને બચાવીને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
તમને જણાવી દઇએ કે શ્રી મહાકાલ મંદિર વિસ્તરણ યોજના હેઠળ, જૂની મહારાજવાડા શાળાને અહીંથી ખસેડવામાં આવી છે. હવે ભક્તોની સુવિધા માટે અહીં સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જે દિવાલ પડી તે બડા ગણેશ મંદિર પાસેની ગલીમાં છે. પૂજા સામગ્રી વેચનારાઓ અહીં દુકાનો લગાવે છે. ત્યાં ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp