સુગર મિલમાં કર્મચારીઓ કામ કરતા હતા, ત્યારે થયું કંઈક એવુ કે સલ્ફરનો ટેંક ફાટ્યો, 2ના ઘટનાસ્થળે જ મોત
Sulphur Tank Explosion at Maharashtra Sugar Factory: મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. સુગર મિલમાં સલ્ફરનો ટેંક ફાટવાથી 2 લોકોના મોત થયા છે. જ્યારે એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જિલ્લાના એક અધિકારીએ આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે બપોરે પરતુરમાં બાગેશ્વરી સુગર ફેક્ટરીમાં આ અકસ્માત થયો હતો.
અધિકારીએ જણાવ્યું કે સુગર મિલમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે સલ્ફરના ટેકમાં વિસ્ફોટ થયો હતો. મૃતકોની ઓળખ સિંદખેડરાજાના રહેવાસી અશોક તેજરાવ દેશમુખ (56) અને પરતુરના રહેવાસી અપ્પાસાહેબ શંકર પારખે (42) તરીકે થઈ છે. એક વ્યક્તિને ઈજાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તો દરમિયાન, આ બાબતે પરતુર પોલીસે જણાવ્યું હતું કે આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. સુગર મિલમાં સલ્ફરનો ટેંક કેવી રીતે ફાટ્યો? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સુગર ફેક્ટરીના અધિકારીઓની પૂછપરછ બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp