યુવતીએ કોલ ઉપાડવાના બંધ કરતા પરિવારને શંકા ગઈ, પોલીસ તપાસમાં એવી વાત ખૂલી કે ગ્રામ્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ!
Merath Girls in Delhi: ભારતમાં આધુનિક કલ્ચરનો પવન પૂરજોશમાં ફૂંકાતો થયો હોય, એવા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. આધુનિકતા સારી બાબત છે. વાળી દરેક વ્યક્તિને કાયદેસર રીતે પોતાની પસંદગીનું જીવન જીવવાની તક મળે છે. પણ ઘણી વાર એવું કંઈક બની જાય છે કે બિચારા માતા-પિતા સહિતના પરિવાર જનો સમજી નથી શકતા કે આવું કેમ થયું? હવે શું કરવું? આખા મામલાને કઈ રીતે થાળે પાડવો! તાજેતરમાં આવા જ એક બનાવના સમાચાર દિલ્હીથી મળી રહ્યા છે. મૂળ મેરઠની રહેવાસી એવી એક યુવતીએ અચાનક પોતાના પરિવારજનોના ફોન ઉપાડવાના બંધ કરી દેતા માં-બાપ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે…
મૂળ મેરઠની નિવાસી એવી એક યુવતી દિલ્હીમાં જોબ કરે છે. આ યુવતી મંગળવારે પોતાની સખી સાથે પોતાના ગામમાં આવી પહોંચી હતી. પણ નવાઈની વાત એ હતી આ યુવતી પોતાના ઘરે જવાને બદલે પોતાની સખીના ઘરે જતી રહી! આ યુવતી છેલ્લા કેટલાક સમયથી ઘરવાળાના કોલ પણ રીસીવ નહોતી કરતી, એટલે પરિવારજનોને કશુંક રંધાઈ રહ્યું હોવાની શંકા જતી હતી. વાળી યુવતી પરણવાલાયક હતી, તેમ છતાં પરિવાર તરફથી કોઈ છોકરો બતાવવામાં આવે, તો એ કોઈને કોઈ બહાને આખી વાત ઉડાડી દેતી હતી. પરિવારજનોને શંકા ગઈ કે કોઈક પુત્રીને બ્લેક મેઈલ કરીને કે ડરાવી-ધમકાવીને પરિવારથી દૂર રહેવા મજબૂર તો નથી કરી રહ્યું ને! આથી પિતાએ 112 પર ડાયલ કરીને તેની પુત્રીના અપહરણની જાણ કરી હતી. તરત જ રોહતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો. દિલ્હીથી આવ્યા બાદ યુવતી પોતાની જે સહેલીના ઘરે જતી રહેલી, ત્યાં પહોંચેલી પોલીસને નવું જ કૌતુક જોવા મળ્યું!
જયારે પોલીસે આખી હકીકત યુવતીના પરિવારને જણાવી, ત્યારે એમના પગ નીચેથી જમીન ખસકી ગઈ!
પોલીસે જણાવ્યું કે યુવતી પોતાની મરજીથી સહેલીના ઘરે રોકાઈ છે. એટલું જ નહિ પણ યુવતી અને એની સખી એકબીજા સાથે ‘પતિ-પત્ની’ની માફક, એટલે કે લેસ્બિયન સંબંધોમાં રહે છે! યુવતીના પરિવારજનો ભોલા ઝાલ પોલીસ ચોકી પહોંચ્યા અને હંગામો મચાવ્યો અને કાર્યવાહીની માંગ કરી. રોહતા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દેવેન્દ્ર કુમાર ગૌતમનું કહેવું છે કે સમલૈંગિક સંબંધોના કારણે બંનેના લગ્ન થયા હતા અને તે તેની ઈચ્છા મુજબ સાથે રહે છે. આમાં પોલીસ કે કાયદો કશું કરી શકે એમ નથી!
વિગત એવી છે કે અલગ-અલગ જાતિની બે છોકરીઓ એક જ વિસ્તારની કૉલેજમાં ધોરણ 12 સુધી સાથે ભણતી હતી. આ કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. અભ્યાસ બાદ બંને યુવતીઓ દિલ્હીની એક કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરવા લાગી અને ભાડાના મકાનમાં સાથે રહેવા લાગી. આ બંને વચ્ચે સમલૈંગિક સંબંધો વિકસ્યા. આ કારણે બંનેએ એકબીજા સાથે જીવવા-મરવાના સોગંદ લીધા અને દિલ્હીમાં જ લગ્ન કરી લીધા. બંનેના પરિવારજનોને તેની કોઈ જાણ નહોતી.
(ડિસ્ક્લેમર:: આ ન્યૂઝ આર્ટીકલ સાથે આપેલી ઈમેજીઝ પ્રતીકાત્મક - સિમ્બોલિક છે. એને કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે નિસ્બત નથી.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp