ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ફરી આવવાની અટકળો પર DyCM દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા- તેમણે અમારું..

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ફરી આવવાની અટકળો પર DyCM દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા- તેમણે અમારું..

02/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ફરી આવવાની અટકળો પર DyCM દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા- તેમણે અમારું..

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. માત્ર તારીખોની જાહેરાત બાકી છે. રાજકીય પાર્ટીઓ પોત પોતાના સમીકરણ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના NDA વાપસીની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ઉદ્ધવ ઠાકરે માટે ભાજપના દરવાજા હંમેશાં માટે બંધ થઈ ચૂક્યા છે. ફડણવીસે કહ્યું કે, તેમણે અમને દુઃખ પહોંચાડ્યું છે. તેઓ અમારી ખોટી રીતે નિંદા કરે છે. તેઓ વડાપ્રધાનને ગાળો આપે છે.


રાજનીતિક મતભેદો દૂર કરી શકાય છે, પરંતુ..

રાજનીતિક મતભેદો દૂર કરી શકાય છે, પરંતુ..

ફડણવીસે ભવિષ્યમાં કોઈ પ્રકારના ગઠબંધનની સંભાવનનું ખંડન કરતા કહ્યું કે, રાજનીતિક મતભેદો દૂર કરી શકાય છે, પરંતુ જ્યારે મન અને ભાવનાઓને ઠેસ પહોંચે છે તો વસ્તુ ઉકેલવાનું મુશ્કેલ થઈ જાય છે. તો અજીત પવાર ગ્રુપને અસલી NCP તરીકે માન્યતા આપવા પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, સ્પીકરે સંવિધાન મુજબ કામ કર્યું છે. પરિણામ સામે છે, કોઈ તણાવ નથી. મેં સાંભળ્યું છે કે, તેમને શરદ પવાર ગ્રુપને ન તો પાર્ટીનું નામ મળ્યું અને ન તો ચૂંટણી ચિહ્ન.


ક્ષેત્રીય અખબારને ફડણવીસે શું કહ્યું?

ક્ષેત્રીય અખબારને ફડણવીસે શું કહ્યું?

એક ક્ષેત્રીય અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી મહાયુતિ (જેમાં ભાજપ, શિંદે નેતૃત્વવાળી શિવસેના અને અજીત પવારના નેતૃત્વવાળી NCP)માંથી હશે કેમ કે તેને વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મળવાની ગેરંટી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top