આઘાતજનક ઘટના : 12 વર્ષની બાળકી અર્ધનગ્ન હાલતમાં અઢી કલાક સુધી રસ્તા પર ભટકતી રહી! બળાત્કારને કા

આઘાતજનક ઘટના : 12 વર્ષની બાળકી અર્ધનગ્ન હાલતમાં અઢી કલાક સુધી રસ્તા પર ભટકતી રહી! બળાત્કારને કારણે લોહી નીકળતું હતું, પણ...

09/29/2023 National

SidhiKhabar

SidhiKhabar

આઘાતજનક ઘટના : 12 વર્ષની બાળકી અર્ધનગ્ન હાલતમાં અઢી કલાક સુધી રસ્તા પર ભટકતી રહી! બળાત્કારને કા

ઉજ્જૈન : મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બારનગર વિસ્તારમાં એક ૧૨ વર્ષીય સગીરા લોહીથી લથપથ અવસ્થામાં મદદ માટે ભટકતી હતી, આ બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. દુષ્કર્મને કારણે બાળકીને ગુપ્તાંગમાં ઇજા પહોંચી હતી, પરિણામે તે લોહીલુહાણ થઇ ગઇ! બાળકી આ અવસ્થામાં ઘરે ઘરે જઇને મદદની ભીખ માગતી રહી. જોકે લોકો તેને જોતા રહ્યા પણ મદદ માટે કોઇ આગળ નહોતુ આવ્યું,


એકલી બાળકીને જોઈને વાસનાનો કીડો સળવળ્યો, અને...

બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ ગત સોમવારે એકલી પસાર થઇ રહેલી બાળકીને જોઈને એક રીક્ષાવાળાની દાનત બગડી હતી. એ પછી વાસનામાં અંધ બનેલા નરાધમે બાળકીનું અપહરણ કરીને એના પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મને કારણે બાળકીના વસ્ત્રો ફાટી ગયા હતા અને જનનાંગમાંથી અવિરત લોહી વહી રહ્યું હતું. નરાધમ બળાત્કારી એને એ જ હાલતમાં તરછોડીને નાસી છૂટ્યો હતો.

એ પછી માસુમ બાળકી અર્ધનગ્નાવસ્થા અને લોહી નિંગળતી હાલતમાં સતત અઢી કલાક સુધી મદદ માટે ભટકતી રહી. આ દરમિયાન તેણે પગપાળા જ ૧૨ કિમી જેટલુંઅંતર કાપ્યું! લોહી નીતરતી હાલતમાં મદદ માટે ભટકતી અર્ધનગ્ન બાળકીને જોઈને પણ લોકોનું હૃદય નહોતું પીગળ્યું! કોઈએ બાળકીની મદદ કરવાની તસ્દી લીધી નહોતી. ઉલટાનું કેટલાકે તો લાચાર બાળકીનો વિડીયો ઉતાર્યો હતો! આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતો.


એક પૂજારી રક્ષક બનીને આવ્યો...

એક પૂજારી રક્ષક બનીને આવ્યો...

આ દરમિયાન બાળકી ભટકતી ભટકતી એક આશ્રમ પાસે પહોંચી હતી, જ્યાં બાળકીની હાલત જોઈને ગુરુકુળના પૂજારી રાહુલ શર્માનું હૃદય દ્રવી ગયું હતું. એણે બાળકીને વસ્ત્ર ઓઢાડ્યું હતું અને ભોજન આપ્યું હતું. એ પછી શર્માજીએ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. હોસ્પિટલમાં મેડિકલ તપાસ દરમિયાન બાળકી પર રેપ થયો હોવાનું પુરવાર થયું હતું.

ઉજ્જૈનના એસપી સચિન શર્માએ કહ્યું હતું કે બાળકી પર રેપ થયો છે. તેની સાથે સામાન્ય વાતચીત થઇ છે જેના પરથી લાગી રહ્યું છે કે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી છે. હાલત ખરાબ હોવાને કારણે તેને હાલ ઇંદોરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં બાળકીની શારીરિક હાલત સ્થિર છે.


આરોપીએ ભાગવાની કોશિશ કરી, પણ...

આરોપીએ ભાગવાની કોશિશ કરી, પણ...

આ કેસ માટે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ SITની રચના કરી હતી. જે દ્રારા પોલીસે બાળકી પસાર થઇ હતી, એ તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કર્યા હતા. આ ફૂટેજીસ જોઈને પોલીસને ખ્યાલ આવી ગયો કે કોઈ રીક્ષાવાળાનું આ કરતૂત છે. શંકાને આધારે પોલીસે ચાર જેટલા રીક્ષાવાળાઓની અટકાયત કરી હતી, જે પૈકી ભારત સોનીનામના વ્યક્તિની રીક્ષામાંથી લોહીના ધબ્બા મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા ભારત સોનીએ પોતે જ બાળકી પર બળાત્કાર કર્યો હોવાનું કબૂલી લીધું હતું! એ પછી પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાઈ રહ્યું હતું ત્યારે આરોપી ભરત સોનીએ ભાગવાની કોશિશ કરી હતી. પણ પોલીસે એને ઝડપી પાડ્યો હતો. આ એન્કાઉન્ટરમાં ભરતને ઇજા પહોંચી છે, અને હાલ એ સારવાર હેઠળ છે. ભરતની મદદ કરનાર બીજા એક રીક્ષાવાળાને પણ પોલીસે દબોચી લીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top