ફિલ્મી કિસ્સો..... સૈનિકે ચલાવેલી ગોળી છોકરાની છાતીમાં ઘૂસી છતાં છોકરાનો જીવ બચી ગયો

ફિલ્મી કિસ્સો..... સૈનિકે ચલાવેલી ગોળી છોકરાની છાતીમાં ઘૂસી છતાં છોકરાનો જીવ બચી ગયો

03/03/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ફિલ્મી કિસ્સો..... સૈનિકે ચલાવેલી ગોળી છોકરાની છાતીમાં ઘૂસી છતાં છોકરાનો જીવ બચી ગયો

યુક્રેન પર રશિયાદ્વારા હુમલા થયાના સાત દિવસ બાદ પણ રશિયન સૈનિકો વિનાશ સર્જી રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે રશિયન સેના યુક્રેનમાં માત્ર સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહી છે, જ્યારે હવે દ્રશ્ય અલગ રીતે સામે આવી રહ્યું છે. રશિયન સૈન્યએ ભીડભાડવાળા શહેરી વિસ્તારો પર તેના હુમલા વધુ તીવ્ર કર્યા છે. આ પરિસ્થિતિમાં એક આશ્ચર્યમાં મુકનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં યુક્રેનના એક ૧૬ વર્ષના છોકરાના ખિસ્સામાં રાખેલા પાસપોર્ટે તેનો જીવ બચાવ્યો હતો.


આ પાસપોર્ટની એક ફોટો યુક્રેનના વિદેશ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું હતું કે, 'યુક્રેનના પાસપોર્ટમાં ગોળી ફસાઈ ગઈ હતી. તેનાથી 16 વર્ષના છોકરાનો જીવ બચી ગયો અને છોકરાનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેર પર હુમલાઓ ચાલી રહ્યા છે.

પાસપોર્ટમાં ગોળીબારની આ ઘટના યુક્રેનના મેરીયુપોલ(mariupol) શહેરમાંથી સામે આવી છે. આ પાસપોર્ટ 16 વર્ષના બાળકનો છે, પાસપોર્ટના કારણે બાળકનો જીવ બચી ગયો. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ છોકરો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ યુક્રેને ફરી એકવાર દાવો કર્યો છે કે હવે રશિયન સેના નાગરિકોને પણ નિશાનો બનાવી રહી છે અને તેમના પર ભીષણ ગોળીબાર કરી રહી છે.


યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વિટર પર પાસપોર્ટનો ફોટો શેર કર્યો હતો  જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાસપોર્ટને પાર કરતી વખતે ગોળી બાળકને વાગી હતી, પરંતુ પાસપોર્ટે તેને ઘણી હદ સુધી ધીમી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘાયલ બાળકનું હાલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને શહેરમાં સતત ગોળીબાર ચાલી રહ્યો છે. યુક્રેન રશિયા પર આરોપ મુકતા જણાવ્યું છે કે રશિયન સેના નાગરિકોને પણ નિશાનો બનાવી ગોળીબાર કરી રહી છે.


રશિયન સૈનિકો યુક્રેનના શહેરો પર સતત હુમલા કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તેઓએ ઘણા શહેરો પર કબજો કરી લીધો છે. આવી પરિસ્થિતિ વચ્ચે  યુક્રેનિયન શહેર કોનોટોપ(konotop)ના મેયરે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકોએ તેમને શહેરને સોંપવા માટે છેલ્લી સુચના આપી દીધી છે. જો તેઓ શરણે નહિ થશે તો તેમનો પણ સંપૂર્ણ નાશ થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top