સોનિયા ગાંધીના એક ફોનનો પ્રતાપ! કર્ણાટકમાં મુખ્યમંત્રીનું નામ ફાઈનલ! સિદ્ધરામૈયા અને ડીકે શિવકુ

સોનિયા ગાંધીના એક ફોનનો પ્રતાપ! કર્ણાટકમાં મુખ્યમંત્રીનું નામ ફાઈનલ! સિદ્ધરામૈયા અને ડીકે શિવકુમારના દિલ્હીમાં ધામા

05/18/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

સોનિયા ગાંધીના એક ફોનનો પ્રતાપ! કર્ણાટકમાં મુખ્યમંત્રીનું નામ ફાઈનલ! સિદ્ધરામૈયા અને ડીકે શિવકુ

karnatak cm: કર્ણાટકમાં મુખ્યપ્રધાનના નામને લઈને ચાલી રહેલી ખેંચતાણનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના આગામી મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ થઈ ગયું છે, જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી રહ્યા છે. શપથ ગ્રહણ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં થશે.


સોનિયાના ફોનની શું અસર પડી?

સોનિયાના ફોનની શું અસર પડી?

સિદ્ધારમૈયા અગાઉ પણ કર્ણાટકના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને તેમને કર્ણાટકના લોકોનું પણ મજબૂત સમર્થન છે. બીજી તરફ ડીકે શિવકુમારે પાર્ટીના સંગઠનાત્મક કાર્યમાં નિપુણતા મેળવી છે. તેમને કોંગ્રેસના મુશ્કેલ સમય માટે મુશ્કેલી નિવારક પણ કહેવામાં આવે છે. આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસને જીત અપાવવામાં પણ ડીકે નો ફાળો મોટો હોવાથી તેઓ મુખ્યમંત્રી પદની જીદ લઈને બેઠા હતા. બંને નેતાઓએ કર્ણાટકના પરિણામો બાદ દિલ્હીમાં ધામો નાખ્યો હતો અને એક તબક્કે એવું લાગતું હતું કે કર્ણાટકમાં મળેલી લેન્ડ સ્લાઈડ વિકટરી કોંગ્રેસને પચશે નહિ.

પણ ડીકે શિવ કુમાર કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અને સોનિયા ગાંધીના અત્યંત કરીબી માનતા અહમદ પટેલના વિશ્વાસુ રહી ચુક્યા છે. એટલું જ નહિ પણ તેઓ સોનિયા ગાંધીને પણ માં સમાન માને છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીએ પોતે મધ્યસ્થી કરીને ડીકે સાથે ફોન પાર વાત કરી, એ પછી જ ડીકે એ મુખ્યમંત્રીપદની જીદ છોડી હતી.

ડીકે ને ઉપમુખ્યમંત્રી પેડ સહીત છ જેટલા મહત્વના ખાતા ફાળવવામાં આવશે એવી વકી છે.


સિદ્ધારમૈયાના ઘર બહાર સિક્યોરીટી વધારી દેવાઈ!

સિદ્ધારમૈયાના ઘર બહાર સિક્યોરીટી વધારી દેવાઈ!

તે જ સમયે, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના નામ પર સીએમની મહોર બાદ હવે તેમના નિવાસસ્થાનની બહાર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમના સમર્થકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના જુદા જુદા ભાગોમાં સિદ્ધારમૈયાના પોસ્ટર અને બેનરો દેખાય છે. સાથે જ નેતાના જય જયકારના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. આ સમર્થકોએ તેમના નિવાસસ્થાનની બહાર મુકેલા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના લાઈફ સાઈઝ ફોટોને દૂધ અર્પણ કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top