અમેરિકામાં મોટી ઘટના, યુનાઈટેડ હેલ્થકેરના CEOની ન્યૂયોર્કમાં હોટલની બહાર ગોળી મારી હત્યા

અમેરિકામાં મોટી ઘટના, યુનાઈટેડ હેલ્થકેરના CEOની ન્યૂયોર્કમાં હોટલની બહાર ગોળી મારી હત્યા

12/05/2024 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં મોટી ઘટના, યુનાઈટેડ હેલ્થકેરના CEOની ન્યૂયોર્કમાં હોટલની બહાર ગોળી મારી હત્યા

અમેરિકાના મેનહટન શહેરમાં એક હોટલની બહાર યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ હુમલાખોરને શોધવામાં વ્યસ્ત છે.અમેરિકાનું ન્યૂયોર્ક રાજ્ય ફરી એકવાર મોટી હત્યાથી હચમચી ગયું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, યુનાઈટેડ હેલ્થકેરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બ્રાયન થોમ્પસનની બુધવારે સવારે મેનહટન શહેરની એક હોટલની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેસની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ જાણકારી આપી હતી.


રોકાણકારો સાથે વાર્ષિક બેઠક યોજાવાની હતી

રોકાણકારો સાથે વાર્ષિક બેઠક યોજાવાની હતી

પોલીસે જણાવ્યું હતું કે, બંદૂકધારી ભાગી જાય તે પહેલાં 50 વર્ષીય વ્યક્તિને હિલ્ટનની બહાર સવારે 6:45 વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘાયલને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. જ્યારે માર્યા ગયેલા વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ યુનાઈટેડ હેલ્થકેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોવાની માહિતી સામે આવી ત્યારે ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલ્થકેર સેક્ટરની દિગ્ગજ કંપની 'યુનાઈટેડ હેલ્થ ગ્રૂપ ઈન્ક'ની વીમા શાખા 'યુનાઈટેડ હેલ્થકેર' બુધવારે સવારે ન્યૂયોર્ક સિટીમાં રોકાણકારો સાથે વાર્ષિક બેઠક યોજાવાની હતી. તેથી જ તેઓ અહીંયા આવ્યા હતા.


20 વર્ષથી એક જ કંપનીમાં ફરજ બજાવતા હતા

20 વર્ષથી એક જ કંપનીમાં ફરજ બજાવતા હતા

માહિતી અનુસાર, યુનાઈટેડ હેલ્થકેરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બનતા પહેલા બ્રાયન થોમ્પસન પણ અહીં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યા છે. થોમ્પસન ત્રણ વર્ષથી વધુ સમયથી CEO તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કંપનીએ તેમને આ જવાબદારી આપી હતી. પોતાની મહેનતથી તેણે કંપનીને ઘણી આગળ લઈ ગયા હતાં. તેઓ 2004થી કંપની સાથે જોડાયેલા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top