NPCIએ UPI ડાઉન થવાને લઈને જાહેર કર્યું નિવેદન, આઉટેજનું કારણ બતાવ્યું

NPCIએ UPI ડાઉન થવાને લઈને જાહેર કર્યું નિવેદન, આઉટેજનું કારણ બતાવ્યું

03/27/2025 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

NPCIએ UPI ડાઉન થવાને લઈને જાહેર કર્યું નિવેદન, આઉટેજનું કારણ બતાવ્યું

UPI Outage: યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) 26 માર્ચે સાંજે લગભગ 7:00 વાગ્યે અચાનક બંધ થઈ ગયું. UPI ડાઉન થયા બાદ GPay, PhonePe, Paytm અને BHIM એપ યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. UPI આઉટેજને કારણે HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. UPI ડાઉન હોવાને કારણે, દેશભરમાં હજારો લોકો ન તો પૈસા પ્રાપ્ત કરી શક્યા કે ન તો ટ્રાન્સફર કરી શક્યા. જો કે, હવે UPI સંપૂર્ણપણે ઠીક થઈ ગયું છે અને હવે તમામ સેવાઓ અગાઉની જેમ કામ કરી રહી છે.

લગભગ દોઢ કલાક સુધી ચાલેલા આ આઉટેજના કારણે અલગ-અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરતા યુઝર્સને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ, UPI સેવાઓની રિકવરી અંગે NPCI તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. NPCIએ આઉટેજના કારણ અંગે સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.


NPCIનું સત્તાવાર નિવેદન

NPCIનું સત્તાવાર નિવેદન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પરની એક પોસ્ટમાં NPCIએ જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાઓના કારણે આઉટેજ થયું હતું. હવે તમામ પ્રકારની ટેકનિકલ સમસ્યાઓ સંપૂર્ણપણે ઉકેલાઈ ગઈ છે અને હવે યુઝર્સ UPI નો ઉપયોગ કરી શકશે.

DownDetector અનુસાર, UPIમાં સમસ્યા સાંજે 7.50 વાગ્યાથી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં આઉટેજને લઈને વેબસાઈટ પર હજારો ફરિયાદો નોંધાઈ હતી. ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એક લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ સર્વિસ છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top