ટેન્શન વચ્ચે અમેરિકન વિદેશ મંત્રીએ જયશંકર અને શાહબાઝ શરિફને કર્યો ફોન, શું થઈ વાત?

ટેન્શન વચ્ચે અમેરિકન વિદેશ મંત્રીએ જયશંકર અને શાહબાઝ શરિફને કર્યો ફોન, શું થઈ વાત?

05/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ટેન્શન વચ્ચે અમેરિકન વિદેશ મંત્રીએ જયશંકર અને શાહબાઝ શરિફને કર્યો ફોન, શું થઈ વાત?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને અમેરિકા ખૂલીને ભારતના સમર્થનમાં આવી ગયું છે. તેણે પાકિસ્તાનને આ જઘન્ય હુમલાની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવાની સખત માગ કરી છે. મોડી રાત્રે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ વાતચીત કરીને આતંકવાદ સામે અમેરિકાની નીતિ સ્પષ્ટ કરી.

અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અમેરિકન વિદેશ મંત્રી રુબિયોએ આ મુશ્કેલ સમયમાં ભારતને અમેરિકાનો નજીકનો ભાગીદાર ગણાવ્યો અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાનું વચન આપ્યું. સાથે જ અમેરિકન વિદેશ મંત્રી, માર્કો રુબિયોએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે.


રુબિયોએ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું

રુબિયોએ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું

પાકિસ્તાન સાથેની વાતચીતમાં, રુબિયોએ ખૂબ જ કડક અંદાજમાં કહ્યું કે હુમલાની નિષ્પક્ષ તપાસ કરવી અને ગુનેગારોને સજા અપાવવાની જવાબદારી પાકિસ્તાન પર છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન શાહબાઝ શરિફ સાથે વાતચીતમા અમેરિકન વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન પહેલગામ હુમલાની તપાસમાં સહયોગ કરે.


અમેરિકાએ ભારત-પાકિસ્તાનને કરી અપીલ

અમેરિકાએ ભારત-પાકિસ્તાનને કરી અપીલ

અમેરિકાએ બંને દેશો સાથે વાતચીતમાં પ્રાદેશિક શાંતિ જાળવવા હાકલ કરી અને ભારતીય વિદેશ મંત્રી અને પાકિસ્તાની વડાપ્રધાન બંનેને દક્ષિણ એશિયામાં શાંતિ માટે એક-બીજા સાથે વાત કરવા કહ્યું, પરંતુ ભારત સાથે એકતા વ્યક્ત કરી અને તપાસમાં પાકિસ્તાનના સહયોગની માગ કરવામાં આવી. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આંતરરાષ્ટ્રીય સમુદાય હવે ભારતની સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી લઈ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top