Uttarkashi cloudburst: ભયાનક! અગાઉ આવો ભયાનક નજારો તમે ક્યારેય નહીં જોયો હોય, 12 હજાર ફૂટની ઊંચ

Uttarkashi cloudburst: ભયાનક! અગાઉ આવો ભયાનક નજારો તમે ક્યારેય નહીં જોયો હોય, 12 હજાર ફૂટની ઊંચાઈથી આવ્યો કાટમાળ અને સેકન્ડોમાં આ રીતે ડૂબ્યું ધરાલી

08/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

Uttarkashi cloudburst: ભયાનક! અગાઉ આવો ભયાનક નજારો તમે ક્યારેય નહીં જોયો હોય, 12 હજાર ફૂટની ઊંચ

Uttarkashi cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે કુદરતે ભારે તબાહી મચાવી. ઉત્તરકાશીના ધરાલીથી વાદળ ફાટ્યા બાદ બનેલી પરિસ્થિતિની તસવીરો ખૂબ જ ભયાનક છે. અત્યાર સુધીની જાણકારી મુજબ, ધરાલી સિવાય ત્યાં સુખી ટોપ પાસે પણ વાદળ ફાટ્યું છે. ધરાલીમાં જ્યાં વાદળ  ફાટ્યું છે એ ગંગોત્રી ધામથી માત્ર 18 કિમીના અંતરે છે. આ જગ્યાએ ભારતીય સેનાના હર્શિલ કેમ્પથી લગભગ 4 કિમી દૂર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે માત્ર 34 સેકન્ડમાં ધારાલીના રેસિડેન્શિયલ વિસ્તારો વાદળ ફટ્યા બાદ આવેલા પૂરની ઝપેટમાં આવી ગયા. વાદળ ફાટ્યા બાદ ખીર ગંગા નદી બેઉં કાંઠે રહી છે.


4 લોકોના મોત 50થી વધુ લોકો ગુમ થયા

4 લોકોના મોત 50થી વધુ લોકો ગુમ થયા

મંગળવારે બપોરે લગભગ 01:45 વાગ્યે, ઉત્તરાખંડના ઉત્તરકાશીના હરસિલ સ્થિત ભારતીય સૈન્ય કેમ્પથી લગભગ 4 કિમી દૂર ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ હતી. વાદળ ફાટ્યા બાદ આવેલા ભારે પૂરમાં લગભગ 4 લોકોના મોત થયા અને 50 થી વધુ લોકો ગુમ થયા.

આ પૂરને કારણે પવિત્ર ગંગોત્રી ધામ સાથેનો તમામ માર્ગ સંપર્ક કપાઈ ગયો છે. આ આફતને કારણે, પાણી અને કાટમાળનું એટલું પૂર આવ્યું કે આખો વિસ્તાર ડૂબી ગયો અને ઘણી એજન્સીઓને કટોકટીની મદદ માટે મોકલવામાં આવી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ‘હોટલથી લઈને બજારો સુધી બધું જ તબાહ થઈ ગયું છે. મેં આટલી આફત અગાઉ ક્યારેય જોઈ નથી.

હરિ શિલા પર્વત પર સ્થિત સત તાલ વિસ્તારમાંથી ખીર ગંગા વહે છે, જ્યાંથી વાદળ ફાટ્યા હતા. ધરાલી વિસ્તાર જમણી બાજુ છે, હર્ષિલનો તેલ ઘાટ ડાબી બાજુ આર્મી કેમ્પ છે. આ અકસ્માત સમયે, સ્થાનિક લોકો અને પ્રવાસીઓ સહિત 200 થી વધુ લોકો ધરાલીમાં હાજર હતા.


10 આર્મી જવાન ગુમ થયા

10 આર્મી જવાન ગુમ થયા

આ આર્મી કેમ્પ પણ તેની ઝપેટમાં આવી ગયો, અહીં એક આર્મી મેસ અને કાફે છે. આ અકસ્માતમાં ઘણા સૈનિકો ગુમ થવાની આશંકા છે. હર્ષિલમાં સેનાના 14 રાજરિફ યુનિટ તૈનાત છે. આ ઉપરાંત ઉત્તરકાશીથી 18 કિમી દૂર નેટલામાં ભૂસ્ખલનને કારણે ધરાલી પહોંચી શકાતું નથી. ધરાલીમાં સેનાના 10 જવાન અને એક JCO ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો એક અધિકારી ઇજાગ્રસ્ત છે. આકાશી આપત્તિથી સેનાનો કેમ્પ પ્રભાવિત થયો છે છતા સેનાની 14 રાજરિફ યુનિટના કમાન્ડિંગ ઓફિસર અને જવાન રાહત અને બચાવકાર્ય કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

હર્ષિલમાં નદીના કિનારે બનેલું હેલિપેડ પણ ધોવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું નથી. હર્ષિલ વિસ્તારમાં ખીરગઢ નાળામાં પાણી ભરાઈ જવાથી વિનાશ વધુ વધ્યો, જેના કારણે ઉત્તરકાશી પોલીસ, SDRF, NDRF, સેના અને અન્ય બચાવ ટીમોને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ કરવાની ફરજ પડી. ભૂસ્ખલન થયું તે સ્થળની નજીક તૈનાત ભારતીય સેના પ્રથમ રાહતકર્મીઓમાં સામેલ હતી, જેમણે લગભગ 15 લોકોને બચાવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top