IND vs SA : સ્ટાર બેટ્સમેન કોહલી ટીમની બહાર! આ ખતરનાક બેટ્સમેન લેશે તેની જગ્યા, ઘણી મેચો પોતાના

IND vs SA : સ્ટાર બેટ્સમેન કોહલી ટીમની બહાર! આ ખતરનાક બેટ્સમેન લેશે તેની જગ્યા, ઘણી મેચો પોતાના દમ પર જીતી છે

10/03/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

IND vs SA : સ્ટાર બેટ્સમેન કોહલી ટીમની બહાર! આ ખતરનાક બેટ્સમેન લેશે તેની જગ્યા, ઘણી મેચો પોતાના

સ્પોર્ટ્સ ડેસ્ક : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. ત્રીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 4 ઓક્ટોબરે ઈન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી T20 મેચ નહીં રમે. વિરાટ કોહલીના સ્થાને ત્રીજી T20 મેચમાં ખૂબ જ ખતરનાક બેટ્સમેનની એન્ટ્રી થવા જઈ રહી છે. આ મેચમાં જે બેટ્સમેન વિરાટ કોહલીનું સ્થાન લેવા જઈ રહ્યો છે, તે વિરોધી ટીમના બોલરોને તુટી પાડવામાં માહેર છે.


આરામ આપવામાં આવ્યો

આરામ આપવામાં આવ્યો

વાસ્તવમાં વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી બીજી T20 મેચ બાદ સોમવારે સવારે ગુવાહાટીથી મુંબઈ માટે રવાના થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ જણાવ્યું કે, "કોહલીને અંતિમ T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે." દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ બાદ ભારતીય ટીમ મુંબઈ જશે જ્યાં કોહલી ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ રમવા માટે 6 ઓક્ટોબરે મુંબઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. એશિયા કપથી લઈને દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચ સુધી કોહલીએ 10 ઈનિંગમાં 404 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 141.75 હતો. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી અને એક સદી ફટકારી હતી.


ટીમ ઈન્ડિયામાં આ ખતરનાક બેટ્સમેનની અચાનક એન્ટ્રી થશે

ટીમ ઈન્ડિયામાં આ ખતરનાક બેટ્સમેનની અચાનક એન્ટ્રી થશે

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં વિરાટ કોહલીના સ્થાને વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી મળશે. શ્રેયસ અય્યરે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય 7 ઓગસ્ટ 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે પોતાનું જોરદાર ફોર્મ બતાવતા 40 બોલમાં 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. શ્રેયસ અય્યરની બેટિંગનો કોઈ મેળ નથી. આ જ કારણ છે કે બેટિંગમાં શ્રેયસ અય્યરનું યોગદાન ટીમ ઈન્ડિયા માટે ઘણું મહત્વનું છે.


ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ધમાકેદાર

ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ધમાકેદાર

શ્રેયસ અય્યરે 5 ટેસ્ટ મેચમાં 442 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે 30 ODIમાં 1108 રન અને 46 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1029 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે 101 IPL મેચમાં 2776 રન બનાવ્યા છે. અય્યરે ટેસ્ટ અને વનડેમાં 1-1 સદી ફટકારી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top