Gujarat By Election: આજે કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી; જાણો 9:00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું
Visavadar Kadi Assembly By Election Voting: ગુજરાતમાં અત્યારે વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે, ઘણી જગ્યાએ પાણી ભરાવાના અહેવાલ છે, તો ઘણા લોકોને રેસ્ક્યૂં કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 7:00 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપી રહ્યા. વિસાવદરમાં સવારે 9:00 વાગ્યા સુધીમાં 12.10 ટકા અને કડીમાં 10 ટકા મતદાન થયું છે.
કડી વિધાનસભાની વાત કરીએ તો તેમાં છ ઉમેદવારો મેદાને છે, એટલે કે ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા. આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારો મેદાને છે. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠકમાં પણ ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તેમજ અન્ય તેર ઉમેદવારો વિસાવદર વિધાનસભાની બેઠક માટે દાવેદારો છે. બંને બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ 2022 માં જોવા મળેલો ત્રિપાંખિયો ચૂંટણી જંગ પેટા ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે.
કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 2,89,835 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે પૈકી કડી વિધાનસભામાં 31% પાટીદારો જ્યારે 30 ટકા ઠાકોર સમુદાયના મતદારો મતનિર્ણાયક ભૂમિકામાં હશે, તે મુજબ વિસાવદર વિધાનસભા બેઠકમાં પણ કુલ 2 લાખ 61 હજાર મતદારો પેટા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેમાં સૌથી વધુ 1 લાખ 30 હજાર મતદારો પાટીદાર સમુદાયના મતદારોના છે.
કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ 2 અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટી (AAP)ના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, જેના કારણે વિસાવદર બેઠક ખાલી પડી ગઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતા આ બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp