"વાળી આ કેવા લગ્ન.." જ્યાં દુલહન કળા કપડામાં આવશે અને સ્મશાનમાં કરશે વરરાજા સાથે લગ્ન..!આ રીતે

"વાળી આ કેવા લગ્ન.." જ્યાં દુલહન કળા કપડામાં આવશે અને સ્મશાનમાં કરશે વરરાજા સાથે લગ્ન..!આ રીતે લગ્ન કરવાનો શું હેતુ છે જાણો?

04/16/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

જીવનના 16 સંસ્કારોમાં લગ્ન સંસ્કારનો સમાવેશ થાય છે. દીકરા-દીકરીના મા-બાપ પોતાના સંતાનોના ધામધૂમથી લગ્ન કરતા હોય છે. પરંતુ રાજકોટના એક ગામમાં રામનવમીના દિવસે અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લગ્ન કોઈ મોટા લગ્નમંડપમાં નહીં પરંતુ સ્મશાનમાં થવાના છે. આ રીતે લગ્ન કોણ અને ક્યાં કરવાનું છે? એ જાણવા દરેક જણ ઉત્સુક છે.


રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં

રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં

રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદ ગામે આગામી બુધવારે રામોદ ગામના મનસુખભાઈ રાઠોડની દિકરી પાયલના લગ્ન મુકેશભાઈ સરવૈયાના દિકરા જયેશ સાથે રામનવમીને બુધવારે સ્મશાનમાં યોજાશે. મનસુખ ગોવિંદભાઈ રાઠોડ સદીઓથી ચાલી આવતી પરંપરાને તિલાંજલિ આપી બૌદ્ધ વિધિવિધાન સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને પોતાની દીકરીનો લગ્ન સમારોહ યોજવા જઈ રહ્યાં છે.


હોલમાં નહીં, પરંતુ સ્મશાનમાં

હોલમાં નહીં, પરંતુ સ્મશાનમાં

રામોદ ગામે વરરાજાની જાનને કોઈ કમ્યુનિટી હોલમાં નહીં, પરંતુ સ્મશાનમાં જ ઉતારો આપવામાં આવશે. કન્યા કોઈ બ્રાઈડલ કપડાને બદલે કાળા રંગના કપડા પહેરીને જ લગ્ન મંડપમાં આવશે. આ લગ્નમાં મૂહુર્ત-ચોઘડીયાને ધ્યાનમાં રાખીનેૃ નહીં પણ ઊંઘા ફૈરા ફરાવવામાં આવશે. સાથોસાથ સપ્તપદીને બદલે બંધારણનાં સોગંદ લેવડાવવામાં આવશે.


અંધશ્રદ્ધાને નાબૂદ કરવા અને સમાજના કુરિવાજોને દુર

અંધશ્રદ્ધાને નાબૂદ કરવા અને સમાજના કુરિવાજોને દુર

અંધશ્રદ્ધાને નાબૂદ કરવા અને સમાજના કુરિવાજોને દુર કરવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, 17 તારીખ 2024ને રામનવમીના દિવસે વિજ્ઞાન જાથાની ટીમ આ ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરવા જઈ રહી છે. જેમાં કન્યા પાયલ અને વરરાજા જયેશ અંધશ્રદ્ધામાં રાચતા લોકોને એક મેસેજ આપશે કે રંગમાં કોઈ શુભ કે અશુભ જેવું હોતું નથી.


સાથે જ તેમાં કોઈપણ પ્રકારનું લગ્ન મુહૂર્ત પણ

સાથે જ તેમાં કોઈપણ પ્રકારનું લગ્ન મુહૂર્ત પણ

તેમણે વધુમાં જણાવ્યું કે, સાથે જ તેમાં કોઈપણ પ્રકારનું લગ્ન મુહૂર્ત પણ જોવામાં નથી આવ્યું. વિજ્ઞાન જાથાની ટીમ બૌદ્ધ વિધિવિધાનથી વરકન્યાના લગ્ન કરાવશે. વર અને કન્યા ઊંધા ફેરાં ફરશે અને હાથમાં ડૉ. ભીમરાવ આંબેડકરે લખેલું બંધારણ રાખીને તેના સોગંધ લેશે.યુવતીના પરિવારનું કહેવુ છે કે માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top