સુરતમાં પાણીજન્ય રોગચાળાએ ઊંચક્યું માથું, સિવિલ હૉસ્પિટલમાં બાળકો માટે બેડ ખૂટી પડ્યા; 1 બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે
Surat, New Civil Hospital: સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા 48 કલાકમાં 40થી બધુ બાળકોને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે પીડિયાટ્રિક વિભાગમાં બેડ ખૂટી પડ્યા છે. એક બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સ્મીમેર જેવી હૉસ્પિટલમાં પણ પરિસ્થિતી વણસી રહી છે અને દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યૂ અને એક યુવાનનું તાવને કારણે મોત થઈ ગયું છે.
સુરત સિવિલ હૉસ્પિટલની જૂની ઇમારત જર્જરીત હોવાથી તોડવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે અલગ-અલગ વિભાગોને અલગ-અલગ ઇમારતમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાળકોના વિભાગને સ્ટેમસેલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર બાળકોનો વોર્ડ આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે. ત્યારે નગરપાલિકાએ રોગચાળો વધારે ન વકરે તે માટે યોગ્ય પગલા લે તે જરૂરી બની ગયું છે.
આ સાથે જ OPDમાં પણ વધારો થયો છે. આ સાથે જ આવતી OPDમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ નોબત આવી રહી છે, જેથી સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો દ્વારા એક જ બેડ પર 2-2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ કરવાની સંખ્યામાં પણ વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર જીગીશા પાટડીયાએ જણાવ્યું હતું કે, પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખૂબ જ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની નોબત આવી રહી છે. બાળકોના વિભાગમાં 200થી વધુ બેડની વ્યવસ્થા છે. જોકે હાલ દાખલ બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણે એક જ બેડ પર 2 બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાનો પ્રકોપ વધવો સામાન્ય વાત છે, પરંતુ આ વખતે રોગચાળાની તીવ્રતા અને દર્દીઓની સંખ્યામાં થયેલો વધ્યો ચિંતાજનક છે. ડેન્ગ્યૂ અને મલેરિયા જેવા રોગો માટે ચોમાસાની ઋતુ અનુકૂળ હોવાથી મચ્છરોના પ્રજનનને કારણે આ રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ ઉપરાંત તાવજન્ય રોગ અને બાળકોમાં જોવા મળી રાહયો છે, જેના કારણે હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ પર ભારે દબાણ વધ્યું છે. હોસ્પિટલના સ્ટાફને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે દિવસ-રાત કામ કરવું પડી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp