Video: કેનેડા બન્યું રામમય! ઉત્તરી અમેરિકાની સૌથી ઊંચી પ્રભુ શ્રીરામની પ્રતિમાનું અનાવરણ
51 foot tall Statue of Lord Ram unveiled in Canada: કેનેડાના મિસિસૌગા શહેરમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે. તેનાથી હિન્દુ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. રવિવારે મિસિસૌગા શહેરમાં હજારો ભક્તોની હાજરીમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનું ભવ્ય અનાવરણ થયું હતું. પાયાથી તેની ઊંચાઈ 51 ફૂટથી વધુ હોઈ શકે છે. આ પ્રતિમાની સ્થાપના સાથે, કેનેડા જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું.
આ પ્રતિમા ઓન્ટારિયોના હિન્દુ હેરિટેજ સેન્ટરમાં સ્થાપિત છે. આ પ્રતિમા ઉત્તર અમેરિકામાં હિન્દુઓની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું નવું પ્રતિક બની ગઈ છે. કેનેડામાં ભારતીય ડાયસ્પોરા સમુદાયો માટે શ્રી રામની પ્રતિમાની સ્થાપના એક ઐતિહાસિક ક્ષણ હતી. રવિવારે ઓન્ટારિયોના મિસિસૌગામાં હિન્દુ હેરિટેજ સેન્ટર ખાતે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા ફાઇબરગ્લાસથી બનેલી છે. આ પ્રતિમા હવે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિક તરીકે સ્થાપિત થઈ ગઈ છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો, જેમાં ઘણા અગ્રણી રાજકારણીઓ પણ સામેલ હતા. તેમાં મહિલાઓ અને કેનેડાના મંત્રી રેચી વાલ્ડેઝ, ટ્રેઝરી બોર્ડના પ્રમુખ શફકત અલી, આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુનો સમાવેશ થાય છે. હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષી નેતાઓ પણ હાજર હતા.
કેનેડામાં ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના બાદ લોકોએ મેક કેનેડા ગ્રેટ અગેન’નો નારો આપ્યો હતો. અન્ય એક યુઝરે લખ્યું કે- ‘અયોધ્યાથી ઓન્ટારિયો સુધી, શ્રી રામનું નામ સરહદોની બીજી તરફ ગુંજી રહ્યું છે. તે માત્ર એક પ્રતિમા નથી, તે આસ્થા અને ઓળખનું પ્રતિક છે જે સમગ્ર વિશ્વમાં ઉંચી છે.
🇨🇦 Toronto, Canada:The 𝙩𝙖𝙡𝙡𝙚𝙨𝙩 idol of Lord Ram in North America has been inaugurated in Mississauga! 🙏📏 51-feet tall idol, rising over 70 feet including the pedestal —a 𝙢𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 symbol of faith and heritage.🛕 The Hindu Heritage Centre also plans to crown… pic.twitter.com/TmcpkanqFn — Modified Hindu 🇮🇳 | राष्ट्र प्रथम (@Modified_Hindu9) August 4, 2025
🇨🇦 Toronto, Canada:The 𝙩𝙖𝙡𝙡𝙚𝙨𝙩 idol of Lord Ram in North America has been inaugurated in Mississauga! 🙏📏 51-feet tall idol, rising over 70 feet including the pedestal —a 𝙢𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 symbol of faith and heritage.🛕 The Hindu Heritage Centre also plans to crown… pic.twitter.com/TmcpkanqFn
અન્ય એક યુઝરે લખ્યું કે- ‘ટોરોન્ટો, કેનેડા: ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા હવે મિસિસૌગામાં સ્થાપિત થઈ ચૂકી છે. તે વૈશ્વિક હિન્દુ સમુદાય માટે ગર્વની ક્ષણ છે. એક એવા દેશમાં જ્યાં હિન્દુઓએ કટ્ટરપંથી ખાલિસ્તાની તત્વો તરફથી વધતી જતી દુશ્મનાવટનો સામનો કર્યો છે, આ પ્રતિમા માત્ર આસ્થાનું પ્રતિક નથી, પરંતુ ધીરજ, શાંતિ અને અસ્તિત્વનું પણ પ્રતિક છે. સનાતન ધર્મ ઉપર ઊભો છે. અન્ય લોકોએ લખ્યું કે- ‘ચાલો કેનેડાને ફરીથી મહાન બનાવીએ. ભવ્ય અને સુંદર!’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp