IND Vs ENG Test Series: પાકિસ્તાના આ પૂર્વ ક્રિકેટરનો લવારો- ‘વેસેલિન લગાવીને બૉલ ચમકાવ્યો, તપાસ માટે લેબ મોકલો’
Shabbir Ahmed On Team India: થોડા દિવસ અગાઉ જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ પૂરી થઈ. આ ટેસ્ટ સીરિઝમાં બંને દેશોના ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું. પહેલી મેચ જ્યાં ઇંગ્લેન્ડે જીતી તો બીજી મેચમાં ભારતીય ટીમે વાપસી કરી, ત્રીજી ટેસ્ટ જીતીને ઇંગ્લેન્ડે સીરિઝમાં લીડ મેળવી લીધી, જ્યારે ભારતીય ટીમે ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરાવીને સીરિઝ બરાબર કરવાની આશા જીવંત રાખી અને પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક વણાંક પર પહોંચાડીને જીત મેળવી. અંતિમ દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતિમ દિવસે સિરાજે શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ લીધી હતી.
ત્યારબાદ તેની દુનિયાભરના ક્રિકેટ એક્સપર્ટ્સ વખાણ કરી રહ્યા છે,પરંતુ પાકિસ્તાનીઓને આ વાત બિલકુલ પસંદ આવી રહી નથી. પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરને તો એટલું મરચું લાગ્યું કે તેણે ભારતીય ટીમ પર મોટો આરોપ લગાવી દીધો. ચાલો આગળ જાણીએ કે પાકિસ્તાની ક્રિકેટરે શું આરોપ લગાવ્યો છે.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શબ્બીર અહમદે X પર પોસ્ટ કરતા લખ્યું કે- ‘મને લાગે છે કે ભારતીય ટીમે વેસેલિનનો ઉપયોગ કર્યો હતો. 80 ઓવર બાદ પણ બોલ નવા જેવો ચમકતો હતો. અમ્પાયરોએ તે બોલને તપાસ માટે લેબ મોકલવો જોઈએ.’
હવે આ અકલમઠ્ઠાને ખબર હોવી જોઈએ કે, બૉલ પર વેસેલિન લગાવવાથી શું થતું હોય છે. જો બૉલ પર વેસેલિન લાગ્યું હોય તો પીચ પર પડે અને ગ્રાઉન્ડ પર જાય તો બૉલ સાથે ધૂળ કે કચરો ચોંટી જાય, અને અત્યારે હાઈટેકના જમાનામાં ઠેર-ઠેર કેમેરા હોય છે તો આ વસ્તુ કેમેરામાં કેદ થયા વિના ન જ રહે. ચાલો માની લઈએ કે, ફિલ્ડ અમ્પાયર્સનું ધ્યાન ન ગયું હોય, પરંતુ થર્ડ અમ્પાયર્સ અને બેટિંગ કરનારા ખેલાડીઓને તો નજરે ચઢી જ જાય. તો આ વાહિયાત વાત બીજું કંઈ નથી અને પાકિસ્તાની ક્રિકેટરમાં ભારત પ્રત્યેની નફરત સ્પષ્ટ દેખાઇ રહી છે.
આ વિવાદાસ્પદ નિવેદન માટે સોશિયલ મીડિયા યુઝર્સે શબ્બીર અહમદને ટ્રોલ કર્યો છે. એક યુઝરે શબ્બીરને પૂછી નાખ્યું કે- ‘શબ્બીર અહમદે આ વાત વકાર યુનિસ અને વસીમ અકરમને જઈને પૂછવી જોઈએ કે શું તેઓ પણ ચીટિંગ કરીને જૂના બૉલને સ્વિંગ કરાવતા હતા... એટલા માટે જ આજે પાકિસ્તાન પાસે કોઈ ટ્રોફી કે કોઈ એચિવમેન્ટ નથી.’ એક યુઝરે ફોટો શેર કર્યો છે, જેમાં શાહિદ આફ્રિદી દાંત વડે બૉલ ચાવતો જોવા મળી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp