કપૂરથલા હાઉસ રેડમાં શું થયું? FSTએ દરોડાની દરેક વિગતો જાહેર કરી
Kapurthala House: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ગરમાવો ખૂબ વધી ગયો છે; ચૂંટણી પ્રચાર માટે હવે થોડા જ દિવસો બાકી છે. દિલ્હીની ચૂંટણી વચ્ચે, પંજાબના મુખ્યમંત્રી, તેમનું ઘર અને પંજાબ ભવન ચર્ચામાં છે. ચૂંટણી પંચે આજે એટલે કે ગુરુવારે કપૂર કપૂરથલા હાઉસ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ભગવંત માને દાવો કર્યો હતો કે ટીમે તેમના ઘરના દરેક ખૂણાની તપાસ કરી હતી. આ સાથે બીજા ઘણા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. હવે જિલ્લા ચૂંટણી કચેરીએ આ બધા અંગે સ્પષ્ટતા આપી છે.
જિલ્લા ચૂંટણી કચેરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે 30 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 3:40 વાગ્યે C-VIGIL ફરિયાદ (ID નં. 1282744) મળી હતી. આમાં, કપૂરથલા હાઉસમાં રોકડ વહેંચવાનો આરોપ હતો. આ ફરિયાદની તપાસ માટે, એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટની આગેવાની હેઠળ AC-40 ની FST સાંજે 4:15 વાગ્યે કપૂરથલા હાઉસ પહોંચી. ત્યાં પહોંચ્યા બાદ, FSTએ અંદર જવાનો અનુરોધ કર્યો હતો પરંતુ સુરક્ષા અધિકારીઓએ પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો, કારણ કે આ સ્થળ પંજાબના મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન છે અને ઉચ્ચ અધિકારીઓની મંજૂરી જરૂરી છે. વારંવાર વિનંતી કરવા છતા જ્યારે ટીમને પ્રવેશ આપવામાં ન આવ્યો, ત્યારે સાંજે 5:50 વાગ્યે FST એ તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં કામમાં અવરોધ પેદા કરવાની ફરિયાદ નોંધાવી.
જિલ્લા ચૂંટણી કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે લાંબી રાહ જોયા બાદ, સાંજે 6:40 વાગ્યે, FST ટીમ અને અધિકારીઓને ફક્ત સુરક્ષા બિંદુ સુધી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ FST ટીમ અને અધિકારીઓની તપાસ કરી અને તેમને બંગલાના બાહ્ય ભાગ અને લૉનનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપી, પરંતુ બંગલાના રૂમ બંધ હતા અને તેમને તપાસવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
Clarification on Misinformation Regarding Inspection of Kapurthala HouseIt has come to our attention that misleading claims are being circulated regarding the inspection conducted at Kapurthala House by the Flying Squad Team (FST) of AC-40, New Delhi Assembly Constituency. In… — District Election Office, New Delhi District (@DEO_NDD) January 30, 2025
Clarification on Misinformation Regarding Inspection of Kapurthala HouseIt has come to our attention that misleading claims are being circulated regarding the inspection conducted at Kapurthala House by the Flying Squad Team (FST) of AC-40, New Delhi Assembly Constituency. In…
તેમણે કહ્યું કે બંગલાના મોટાભાગના રૂમ બંધ હતા અને સંપૂર્ણ તપાસ માટે પરવાનગી આપવામાં આવી ન હતી, તેથી FST ટીમ ઘર્ષણ ટાળવા માટે શોધ કર્યા વિના પાછી ફરી. પરિણામે, બંગલામાં પ્રવેશ પ્રતિબંધિત હોવાથી સી-વિજિલ ફરિયાદનો ઉકેલ આવી શક્યો નહીં.
ચૂંટણી અધિકારીએ કહ્યું કે FST દ્વારા કપૂરથલા હાઉસના દરેક ખૂણાનું નિરીક્ષણ કરવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આવું કંઈ બન્યું નથી. રિટર્નિંગ ઓફિસરના રિપોર્ટમાં પણ પુષ્ટિ મળે છે કે ટીમને બંધ રૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
અધિકારીએ કહ્યું કે અમે તમામ સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ ફક્ત ખરાઇ કરાયેલા તથ્યો અને સત્તાવાર અહેવાલો પર આધાર રાખે અને કોઈપણ પ્રકારની અફવાઓ અને ખોટી માહિતી પર વિશ્વાસ કરવાનું ટાળે. ચૂંટણી ફરિયાદોની તપાસમાં અવરોધ ઊભો કરવો એ ગંભીર બાબત છે. જેનો અહેવાલ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp